ઉત્તરાયણના તહેવાર દરમ્યાન અનેક પક્ષીઓ પતંગ દોરીમાં ફસાઇને ઘાયલ થાય છે અને જો પક્ષીઓને તાત્કાલીક જરૂરી સારવાર આપવામાં ન આવે તો ઘાયલ પક્ષીનું મૃત્યુ પણ થઇ શકે છે. વિરમગામ શહેર સહિત પંથકમાં ઉતરાયણના તહેવાર દરમ્યાન પતંગની દોરીથી, તેમજ વીજ કરંટથી ઘાયલ થયેલા પક્ષીઓ ને સારવાર આપવા માટે વિરમગામ ગૌરક્ષા દળ અને શ્રી શાંતીનાથ જૈન મિત્રમંડળ દ્વારા પક્ષી બચાવો જીવદયા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વિરમગામમાં જીવદયા પ્રેમીઓ દ્વારા આગામી 14 અને 15 જાન્યુઆરી (ઉતરાયણ અને વાસી ઉતરાયણ)ના દિવસે ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે હેલ્પલાઇન સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. વિરમગામમાં (1) શાંતિનાથ દેરાસર પાસે (2) ખોડીયાર મંદિર, મુનસર રોડ પાસે ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. જેમા બે દિવસમાં કુલ 30 ઘાયલ પક્ષીઓની સારવાર આપવામાં આવી હતી જેમા રાષ્ટ્રીય પક્ષી મોર,કબુતર,કુંજ,પોપટ સહિતના પક્ષીઓની સારવાર કરાઇ હતી. ઘાયલ પક્ષીઓને સારવાર અપાવવા માટે ડોક્ટર હર્ષદભાઇ પ્રજાપતી,પ્રવિણભાઇ શાહ, વિપુલભાઇ ગાંઘી, હાર્દિક ગાંઘી , નગીનભાઈ દલવાડી, પીયૂષ ગજ્જર,બિરજુ ગુપ્તા, સહિતના જીવદયા પ્રેમીઓ સારવાર આપવામાં આવી રહી છે.
:-પીયૂષ ગજ્જર વિરમગામ.