વિરમગામ શહેરના વિકાસ માટે સરકાર દ્વારા નગરપાલિકા ને કેટલી ગ્રાન્ટો ફાળવવામાં આવી સહિત ની માહિતી અઘિકાર હેઠળ યુવા શક્તિ ગૃપ દ્વારા જાહેરહીત ની માહિતી માંગવામાં આવી.
ગત તા 7 સપ્ટેમ્બર ના રોજ વિરમગામ જાગૃત નાગરીકોનુ યુવા શક્તિ ગૃપ દ્વારા વિરમગામ શહેરમાં વિકાસ માટે કેટલી રકમ મંજુર કરવામાં આવી તેમજ કેટલી ગ્રાન્ટો ફાળવવામાં આવેલ છે. સહિતની વિવિઘ માહિતી માટે માહિતી અઘિકાર હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જેમાં તા-1/1/2016 થી 31/7/3017 સુઘીમા વિરમગામ નગરપાલિકાના ને સરકારી શ્રી દ્વારા કેટલી ગ્રાન્ટો ફાળવવામાં આવી ,કામની યાદી,રસ્તા માટે કેટલી ગ્રાન્ટો,કેટલા કામ બાકી છે કેટલા પૂર્ણ થયા,વિરમગામ શહેરમાં ઉપયુક્ત સમય ગાળા દરમિયાન બાગબગીચા માટે કેટલા ગ્રાન્ટો ફાળવવામાં આવી,કેટલી ઉપયોગ કર્યો.વિરમગામ નગરપાલિકાના અને સરકાર તરફથી કેટલા જીસીબી,ટ્રેક્ટર ટ્રોલી,ફાળવવામાં આવેલ છે. ઉપરાંત તાજેતરમા ખાનગી ચેનલ દ્વારા વિરમગામ નગરપાલિકાના પ્રમુખ દ્વારા જણાવવામાં આવેલ છેલ્લા દોઢ વર્ષ મા સરકારી શ્રી દ્વારા 28 કરૉડ 93 લાખ ફાળવવામાં આવેલ છે તેમાં વિરમગામ ના વિકાસ અને બાગ બગીચા માટે 21 કરોડ ના કામ પૂર્ણ કરેલ છે આ બાબતે સ્પષ્ટતા અને લાગતા વળગતા અઘિકારીના સહિસિક્કા સાથેની માહિતિ અધિકાર અધિનિયમ 2005 કલમ 8 તથા 9 હેઠળ માહીતી વિરમગામ યુવા શક્તિ ગૃપ દ્વારા નગરપાલિકા તંત્ર પાસેથી લેખીત મા માંગવામાં આવી હતી.
જેનો જવાબ ન મળતા આજે જીલ્લા કલેક્ટર માં અપીલ કરી છે. અત્યારે સુધી ચુંટણી અને આચારસંહિતા ના કારણે ટાળતા હતા માહિતી ના આપતા જીલ્લા કલેક્ટર માં અપીલ કરવામાં આવી હતી.
:-પીયૂષ ગજ્જર વિરમગામ