પીયૂષ ગજ્જર રિપોર્ટર વિરમગામ.
દરરોજ સરેરાશ 15-20 બિમાર ગાયો અને બળદો મોત ને ભેટે છે. અને રોજના 70
થી 80 જેટલા પશઓ બિમાર પડે છે..
છેલ્લા અઠવાડિયા મા દિવસ માં 150 થી વઘુ પશુઓના મોત નિપજ્યાં.
વિરમગામ નજીક આવેલા ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ની વીરપુરવીડ ખાતે હાલમાં આશરે 3000 જેટલા મુંગા પશુઓને સાચવવામા આવે છે….પરતું છેલ્લા ઘણા સમય થી આ વિરપુર વીડ ની હાલત કથળતી જતી હોય તેમ નજરે પડે છે….. હાલમા વરસાદી ગંદકી અને વ્યવસ્થાના અભાવે રોજબરોજ 70 થી 80 જેટલા મુંગાપશુઓ વઘુ બિમાર પડે છે સાથેજ બેદરકારીમા પગલે
રોજના 15-20 પશુઓ મોતને ભેટે છે… આ વીડ મા શેડ નીચે ની ઠેર-ઠેર ગંદકી થી પશુઓ બિમારી ભાખી ગઇ છે.ત્યારે 4 હજાર થી વઘુ પશુઓ વચ્ચે બિમાર પશુઓ માટે માત્ર 1 પશુડોક્ટર છે…..ત્યારે આ વીરપુરવીડ મા આટલી મોટી સંખ્યા મા ગાયો અને ભેંસો હોવા છતા સાચવણી ના અભાવે આ વીડ ની હાલત કફોડી બની છે….ત્યારે આ વીડ ની મુલાકાત લેતા આ તસવીર જોવા મળી હતી. આ પશુઓ મા મોત માટે વિરપુર વીડ ની બેદરકારી ગણો કે જે ગણો તે પંરતુ હાલતો રોજના 15-20 બિમાર ગાયો અને બળદો મોત ને ભેટે છે. જે છેલ્લા અઠવાડીયા માં 150 થી વઘુ પશુઓના મોત નિપજ્યાં
છે.
●સીઘી વાત-
●અમારા વીરપુર પાંજરાપોળ માં આશરે 50 થી 60 પશુઓ બિમાર પડે છે. અને રોજના 15-20 નાના અને મોટા ઢોર થઇને મોત નીપજે છે. અહીં સુવિઘા છે. વરસાદી ગંદકી ના લીઘે પશુ મોત થાય છે.
-રામભાઇ સેનવા,પાંજરાપોળ ની દેખરેખ રાખનાર..
●અહીં કોઇ અવ્યવસ્થા નથી અહીં ડોક્ટર એક છે.તે પણ હાજર જ હોય છે. વરસાદ અને ગંદકી ના લીઘે રોજનુ 15-20 પશુઓ મોત રહે છે.
– પ્રકાશભાઇ શાહ,મેનેજર,વીરપુર પાંજરાપોળ
●વિરમગામ નજીક આવેલા વીરપુર પાંજરાપોળ માં આશરે 15-20 પશુઓ મોત ને ભેટે છે.અમો અનેક વાર રજુઆત કરી છે.કોઇ ઘ્યાન આપતું નથી અહી હાલ 3000 જેટલા પશુઓ છે.ડોક્ટર પણ એકજ છે.અને ઘાસચારો પણ ન નાખતાં હોવાની વાત સામે આવી છે.
-અલ્પેશ ભરવાડ,ગૌરક્ષક,વિરમગામ