Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વિરમગામ ના સુખી-સંપન્ન પારિવારીક માહોલ ને છોડી 24 વર્ષની દિકરી આગામી 27 મી જાન્યુઆરીના રોજ દિક્ષા અંગીકાર કરશે.

Share

આજે વિરમગામ ના રાજમાર્ગો પર અનુમોદના અર્થે વરસીદાન નો ભવ્ય શોભાયાત્રા ફરી હતી અને છુટા હાથે વરસીદાન કર્યુ.
 
સ્થાનકવાસી ખંભાત સંપ્રદાયના આચાર્ય નવીનમુની મ.સા. આદીઠણા આજ્ઞાનુવર્તી ની સાઘ્વીજી વસુબાઇ મહાસતીજી આદીઠણા ની શુભ નિશ્રામાં અમદાવાદ પાલડી ના આંગણે 27 જાન્યુઆરી ના રોજ ગુરુજી શોભનાબાઇ મહાસતીજીમા વિરમગામ ની મુમુક્ષ વિરતી દોશી ના અનુમોદના અર્થે વિરમગામ છ કોટી સ્થાનક જૈન સંઘના નાના ભાટવાડા ખાતે આવેલ જૈન ઉપાશ્રય ખાતે લીંબડી અજરામર સંપ્રદાયના પ્રકાશમુની ના શિષ્યરત્ન વિરાગમુની આદીઠણા ગોપાલ સાઘ્વીજી નીમક્ષના બાઇ સ્વામી આદીઠણા ની ઉપસ્થિત માં આજરોજ સંપન્ન થયો હતો.
જૈન સંપ્રદાયમા દિક્ષાનુ વિશેષ મહત્વ હોય છે સંસારના તમામ સુખ સંપતિ અને પારિવારીક માહોલને છોડી સંયમના માર્ગ પ્રયાણ કરનાર મુમુક્ષ સમગ્ર સંપ્રદાયના માટે આર્દશ ઉતમ ગણાય છે. વિરમગામ શહેરના વતની વિરતી ભુપેન્દ્રભાઇ દોશી બીકોમ સુઘી અભ્યાસ કર્યો છે. સંસાર ના બદલે જીવનનો સાચો સંયમ માર્ગ સમજાય જતે તેઓ આગામી 27 જાન્યુઆરી ના રોજ દિક્ષા ગ્રહણ કરી ઉદર્વગમનની દિશામાં આગળ વધશે. આજથી 35 વર્ષ અગાઉ સંસારી ફૈબા નમ્રતાબાઇ મહાસતીજી સંયમના માર્ગ લઇ દિક્ષા ગ્રહણ કરી હોવાથી તેમના માર્ગ ભતીત્રી સંયમ ના માર્ગ આગળ વધશે આજરોજ વિરતી નો વરસીદાનનો ભવ્ય શોભાયાત્રા તેમણા નિવાસસ્થાન શેઠફળી થી નીકળી હતી આ વરસીદાન ના વરઘોડા મા ઉટવાડા પર  ઘર્મઘજા 51 કુંવારીકા સાથે બેડા લઇને શણગારેલી ઉંટવાડી ઓ બેન્ડબાજા શરણાઇ વાદક સાથે બગીમાં વરસીદાન કરતી વિરતી શોભાયાત્રા વિરમગામ શહેરના રાજમાર્ગો ઉપર ફર્યો હતો. જૈનમજંયતી શાસનમ દિક્ષાર્થી અમર રહો ના ગગનભેદી નારા સાથે શોભાયાત્રા નાનાભાટવાડા ખાતે થી સંપન્ન થઇ હતી ત્યાર બાદ છ કોટી સ્થાનક જૈન સંઘના દ્રારા મુમુક્ષ વિરતી નુ બહુમાન કરવામાં આવ્યું હતું. 
 
ગજ્જર રિપોર્ટર વિરમગામ.

Share

Related posts

ભરૂચ : વાગરા કન્યા અને કુમારશાળામાં શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના એક ગામમાં બનેલ બળાત્કારની ઘટનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નામદાર અદાલત…

ProudOfGujarat

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સારી ગામે ભારે વરસાદને પગલે ડીપ નાળુ તૂટતા ધાનપુર છારી ગામ નો સંપર્ક તૂટીયો.

ProudOfGujarat
error: Content is protected !!