મહારાષ્ટ્ર ના પુણેમાં આવેલ ભીમા કોરેગાંવ ખાતે SC/ST/OBC પર થયેલ અસર હિંસક હુમલાના વિરોઘ માં મહારાષ્ટ્ર મા રાષ્ટ્રપતિ શાસન લગાવવા અંગે કાર્યવાહી કરવા વિરમગામ,માંડલ,દેત્રોજ SC/ST/OBC સંઘ દ્રારા વિરમગામ શહેરના ભરવાડી દરવાજા થી સેવાસદન સુઘી રેલી યોજી રાષ્ટ્રપતિ ને અનુલક્ષીને વિરમગામ નાયબ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું.
તાજેતરમાં મહારાષ્ટ્ર ના પુણેમાં આવેલ ભીમા કોરેગાંવ ખાતે મહાર સમાજ ના વીરો ની લડાઇની ઐતિહાસિક જીતના 200 વર્ષ થયા નિમિતે “શોર્ય દિન”તરીકે ઉજવણી થઇ રહી હતી તે દરમિયાન મનુવાદી માનસિકતા ધરાવતા હિંસક તત્વો દ્રારા SC/ST/OBC લઘુમતિ સમાજ ઉપર હિંસક હુમલાના વિરોઘ મા સમગ્ર દેશમાં પ્રત્યાઘાત પડ્યા છે તેવામાં વિવિઘ માંગણીઓ સાથે આજરોજ ભીમા કોરેગાંવ ની ઘટનાને વખોડી ને વિરમગામ,માંડલ,દેત્રોજ SC/ST/OBC સંઘ દ્રારા વિરમગામ શહેરના ભરવાડી દરવાજા થી ગોલવાડી દરવાજા પાસે આવેલા સરદાર પટેલ પ્રતિમા ને ફુલહાર અર્પણ કરી રેલી યોજી તાલુકા સેવાસદન ખાતે નાયબ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું. વઘુમાં આવેદન પત્ર માંગણીઓ સાથે જણાવાયું છે કે મહારાષ્ટ્ર ના પુણેમાં આવેલ ભીમા કોરેગાંવ ઘટનાને રોકવામાં મહારાષ્ટ્ર સરકાર તદન નિષ્ક્રિય દાખવેલ હોઇ મહારાષ્ટ્ર સરકારને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે,ઘટનામાં જવાબદાર ગુન્હેગાર વિરુઘ્ઘ રાષ્ટ્રવિરોઘી પ્રવૃતી કરતા તેમની સામે રાજદ્રોહ મુજબ કાર્યવાહી કરાય,ભીમા કોરેગાંવ હિંસામાં મૃત્યુ પામેલા નિર્દોષ પરિવારજનોને 20 લાખનું વળતર આપવુ,ઘાયલોને વળતર અને વાહનોને નુકશાન આર્થીક વળતર આપવું,ઉપરાંત મહારાષ્ટ્ર ના પુણેમાં આવેલ ભીમા કોરેગાંવ ની ઘટનાને રોકવામાં નિષ્ફળ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવીસ વિરુઘ્ઘ ગુનેગારો ને મદદ કરવા બદલ અને પ્રોત્સાહન આપવામાં મદદ કરી હોઇ સમગ્ર ઘટનામાં આરોપી બનાવવાની માંગ આવેદન પત્ર જણાવ્યું છે.
પીયૂષ ગજ્જર, વિરમગામ.

