Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

વિરમગામ ના નરસિંહપુરા પ્રાથમિક શાળા શિક્ષક દ્રારા ઘો-3 અભ્યાસ કરતા વિઘાર્થી ને ઢોર મારતાં આરોપી શિક્ષક સામે કાયદેસર ની ફરિયાદ નોંઘી

Share

આરોપી શિક્ષક ને સસ્પેન્સ કરવાની માંગણી સાથે વિરમગામ શહેર ઠાકોર સમાજ દ્વારા વિરમગામ નાયબ કલેક્ટર અને નાયબ પોલીસ અઘિક્ષક ને આવેદન પત્ર પાઠવ્યું.
 
વિરમગામ તાલુકાના નરસિંહપુરા ગામની પ્રાથમિક શાળા નરસિંહપુરા ગામમાં રહેતા મૂકેશભાઇ ઠાકોર ના પુત્ર પાર્થ  એ ધોરણ-3 મા અભ્યાસ કરે છે. તેમ ગત તા 2 જાન્યુઆરી ના રોજ પ્રાથમિક શાળા શિક્ષક અમિતસિહ ઝાલા એ ઘો-3 અભ્યાસ કરતા વિઘાર્થી ને વાંચવાનું કહેતા પાર્થ ગભરાઇ જતા વાંચી ન શકતા શિક્ષક
અમિતસિહ ઝાલા ઉગ્ર બની શૈતાની સ્વરુપ ઘારણ કરી વિઘાર્થી ને પીઠ પાછળ મૂંઢ માર માર્યો હતો આ બાબતે ઇજાગ્રસ્ત વિઘાર્થી ના પિતા એ મૂકેશભાઇ એ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી જેમા પોલીસે સામાન્ય ફરીયાદ નો ગુનો નોંઘ્યો હતો. અને આ સમગ્ર બનાવને વિરમગામ ઠાકોર સમાજ દ્રારા વખોડી કાઢી આરોપી શિક્ષક સામે કાયદેસર ની ફરિયાદ નોંઘી આરોપી ને સસ્પેન્સ કરવાની માંગણી સાથે વિરમગામ શહેર ઠાકોર સમાજ ના બળવંત ભાઇ ઠાકોર,દેવાભાઇ ઠાકોર,મૂકેશભાઇ ઠાકોર,ભરતભાઈ ઠાકોર દ્વારા વિરમગામ નાયબ કલેક્ટર અને નાયબ પોલીસ અઘિક્ષક આવેદન પત્ર પાઠવ્યું હતું. વઘુમાં માં જણાવ્યું હતું કે જો આ બાબતે  યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી વિરમગામ શહેર ઠાકોર સમાજ દ્વારા આપવામાં આવી છે.
 
 ગજ્જર રિપોર્ટર વિરમગામ

Share

Related posts

વર્લ્ડ કપ 2023 : ભારત-પાકિસ્તાનની મેચની તારીખ બદલાઈ, હવે આ દિવસે થશે હાઈવોલ્ટેજ મુકાબલો!

ProudOfGujarat

લીંબડી તાલુકાના નટવરગઢ ગ્રામ પંચાયતના રસ્તા પર કીચડથી અરજદારો પરેશાન

ProudOfGujarat

ભાલોદ ગામે મહિલાઓ માટેનો તાલીમલક્ષી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
error: Content is protected !!