વિરમગામ ના દસલાણા ગામ પાસે કોઇ કારણસર ઘાયલ થયેલ રાષ્ટ્રીય પક્ષી મોરને વિરમગામ જીવદયા પ્રેમીઓ દ્રારા સારવાર આપવામાં આવી હતી. અને મોરનો જીવ બચાવ્યો હતો.અને વિરમગામ પાંજરાપોળ ખાતે મોકલી આપ્યો હતો. વિરમગામ ના જીવદયા પ્રેમીઓ પ્રવિણ શાહ ,પશું ડોક્ટર એચ આર પ્રજાપતી ,પીયૂષ ગજ્જર, રશ્મિન દરજી,સહિત જીવદયા પ્રેમીઓ દ્રારા ઘાયલ પક્ષી ની સારવાર માટે અભિયાન ચલાવી રહ્યા છે.
પીયૂષ ગજ્જર, વિરમગામ.
