ન્યુઝ વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા
યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ૨૧મી જુનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી ભારત સહિત સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે ત્યારે આઇપીએસ સીબીએસઇ સ્કુલ વિરમગામ ખાતે પણ વિદ્યાર્થીઓ દ્વારા સામુહિક રીતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ દ્વારા સતત ત્રણ દિવસ સુધી આઇપીએસ સીબીએસઇ સ્કુલ વિરમગામના વિદ્યાર્થીઓને સામુહિક સુર્ય નમસ્કાર, આસન, પ્રાણાયામ, સુક્ષ્મ વ્યાયમનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને સુર્ય નમસ્કાર, ઓમકાર, પદ્માસન, વજ્રાસન, વૃક્ષાસન, તાડાસન, અર્ધ ચક્રાસન, ભુજંગાસન, અર્ધનાવાસન, પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને આઇપીએસ સીબીએસઇ સ્કુલ વિરમગામના પ્રિન્સિપાલ કવિતા સીંગ દ્વારા વિશ્વ યોગ દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ.