તસ્વીર અહેવાલ- પીયૂષ ગજ્જર,વિરમગામ
વિરમગામ ના ઓગણ ગામના સેવાભાવી એવા સ્વ.ગોવિંદભાઇ સવાભાઇ ચાવડા પરિવાર દ્વારા ઘણા વર્ષોથી ગામ અને ગામની શાળા માટે ઘણી સેવાઓ આપતા હોય છે.ત્યારે આજરોજ ચાવડા પરિવાર ના ગણપતભાઇ અને કરશનભાઇ(દિનેશભાઇ) ચાવડા બંને ભાઇ દ્વારા ઓગણ પ્રાથમિક શાળા માં 278 જેટલા વિઘાર્થીઓ ને શાળાનો ગણવેશ વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ માં સ્વ.ગોવિંદભાઇ ચાવડા નો પરિવાર ના કરસનભાઈ ચાવડા ,સીઆસી ભરતભાઇ પટેલ,આચાર્ય જાનકીબેન પટેલ,શાળાના શિક્ષકો વાલીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક વિઘાર્થીઓ ને બે જોડી નંગ શાળાનો ગણવેશ વિનામૂલ્યે આપવામા આવ્યો હતો. કાર્યક્રમમાં વિઘાર્થીઓ ને સારા શિક્ષણ ની સાથે સુવિઘા મળી રહે તેવુ વાતાવરણ ઉભુ કરાયું હતું. ઓગણ ગામના તમામ આગેવાનો તેમજ શાળાના આચાર્ય શિક્ષકો એ ભણીગણીને આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા.



Advertisement