તસવીર અહેવાલ-પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ
વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘીહોસ્પીટલ મા અપૂરતા ડોક્ટર સહિત ની બેદરકારી ને લઇને અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિતીન પટેલ ને લેખિત મા રજુઆત કરવામાં આવી હતી જેમા જણાવાયું છે કે વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘીહોસ્પીટલ એ વિરમગામ,માંડલ,દેત્રોજ સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય લક્ષી સૌથી મોટી હોસ્પીટલ છે.પણ છેલ્લા ઘણા સમયથી ગાંઘીહોસ્પીટલ મા અપૂરતા ડોક્ટર સહિત ની તબિબિ સેવા ની બેદરકારી થી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પંથકમાં કોઇ મોટો અકસ્માત કે જાનહાની સર્જાય ત્યારે પૂરતા ડોક્ટર ન હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે ભારે તકલીફોનો સામનો કરવો પડે છે.
વિરમગામ સામુહીક કેન્દ્ર ખાતે વિરમગામ , માંડલ ,દેત્રોજ , પાટડી સહીતના તાલુકાની પ્રજા સારવાર અર્થે આવે છે. ૫રંતુ કમનસીબે છેલ્લા ઘણા સમથયી વિરમગામ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક , પીડીયોટ્રીશીયન ,જનરલ સર્જન , ઓર્થોપેડીક , જેવા મહત્વના તજજ્ઞ ની જગ્યાઓ ખાલી છે. જેને કારણે ર્દદીઓને ભારે હાલાકીનો સામાનો કરવો ૫ડે છે. તેમજ આર્થિક રીતે માર ૫ડે છે. તેવી જ રીતે બ્લડની જરૂર હોય ત્યારે ર્દદીઓ મુશ્કેલીમાં મુકાય છે. સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ બેંકની વિવિધ સાધન-સામગ્રી તથા રૂમ છે. જો સામુહીક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ બેંક ચાલુ કરાવવામાં આવે તો ફરતા તમામ તાલુકા સહીતની પ્રજાને રાહત મળે તેમ છે. તથા સરકાર તરફથી નવર્નિમાણ બીલ્ડીંગ આશરે એક વર્ષથી મંજુર કરવામાં આવેલ છે. પરંતુ તેનું કામકાજ ૫ણ ચાલુ થયેલ નથી. જેથી આ૫ સાહેબ ને નમ્ર અરજ છે કે આ સાથે સામેલ ૫ત્રકમાં દર્શાવેલ ખાલી ર્ડાકટરની જગ્યા ભરવા , બ્લડ બેંક, બીલ્ડીંગના નવર્નિમાણ માટે યોગ્ય જરૂરી કાર્યવાહી કરશો.