ન્યુઝ વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા
અમદાવાદ જિલ્લાના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ દ્વારા સોમવારે બપોરે બાળ સેવા કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંધી હોસ્પિટલ અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ઓચીંતી મુલાકાત લેવામાં આવી હતી. ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ દ્વારા બાળ સેવા કેન્દ્રમાં રહેલ બાળકોની માતા સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને માતાઓએ બાળકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ તથા ન્યુટ્રીશનની સેવાઓ અંગે ધારાસભ્ય સમક્ષ સંતોષ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે મુખ્યમંત્રી અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારત યોજના અંગે ઉપસ્થિત લાભાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય લાખાભાઇ ભરવાડના હસ્તે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે માઁ વાત્સલ્ય કાર્ડ લાભાર્થીને આપવામાં આવ્યુ હતુ.
આ ઉપરાંત ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ દ્વારા સા.આ.કેન્દ્ર વિરમગામના વિવિધ વોર્ડ, કર્મચારીઓની મુલાકાત લેવામાં આવી હતી અને દર્દીઓના હિતમાં જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. સામુહિક આરોગ્ય કેન્દ્રની મળેલ કેટલીક ફરીયાદો અંગે અધીક્ષક સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.