Proud of Gujarat
FeaturedGujaratHealthINDIAWorld

વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવણી અંતર્ગત વિરમગામમાં વ્યસનમુક્તિ રેલી કાઢવામાં આવી અને વ્યસનમુક્તિ યજ્ઞ કરાયો.

Share

ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ તથા જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિરમગામ ખાતે આરોગ્ય કર્મચારીઓ તથા અન્ય સ્ટોક હોલ્ડર્સ માટે ઓરીએન્ટેશન તાલીમ વર્કશોપ રાખવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં ઉપસ્થિત લોકોએ તમાકુ વ્યસન મુક્તિ પ્રતિજ્ઞા લીધી હતી. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતેથી વ્યસનમુક્તિ રેલીનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને રેલી વિરમગામ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે ગાયત્રી પરીવાર દ્વારા વ્યસનમુક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, સીઆકેન્દ્ર અધિક્ષક ડો.દિવ્યાંગ પટેલ, ડીઆઇઇસીઓ વિજય પંડિત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, આયુષ મેડિકલ ઓફિસરો, સીએચઓ, સુપરવાઇઝરો સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, વિશ્વમાં દર વર્ષે તમાકુના કારણે ૮૦ લાખ લોકાના મૃત્યુ થાય છે અને પરોક્ષ ધુમ્રપાનથી વિશ્વમાં દર વર્ષે ૧૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે. વિશ્વમાં દર છ સેકન્ડે ૧ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ થાય છે. વિશ્વમાં દર મીનીટે ૧૦ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિના ૧૧ મિનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. આશરે ૧૮ ટકા હાયરફિલ્ડના વિદ્યાર્થીઓ સિગારેટ અને તમાકુનું સેવન કરે છે. દસમાંથી નવ ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે. તમાકુનું સિગારેટ,બીડી,ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે હદય, ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીન નું વ્યસન થઇ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે. તમાંકુના સેવનથી ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી, શ્વાસમાંથી ગંધ આવવી અને કપડાંમાંથી ગંધ આવવી, ચામડી કરચલીવાળી થવી, કેન્સર, દાંતો પીળાં થઈ જવા, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હદયની બિમારી, શ્વાસનળીમાં સોજો આવવો, ન્યુમોનિયા, આંચકા આવવાં જેવી તમાકુની ખરાબ અસરો થઇ શકે છે.

તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, તમાકુંની આદત છોડવી મુશ્કેલ બાબત નથી. તેમાં નિકોટીન એક મજબુત ઝેરી વ્યસન છે. કોઇ પણ વ્યક્તિ યોગ્ય ઉપચારો અને અભિગમપૂર્વક વળગીને વ્યસનને છોડાવવા માટે ધૈર્યની સાથે ઈચ્છાશક્તિ રાખે તો તમાકુનુ વ્યશન છોડી શકે છે.


Share

Related posts

ખોડલધામ યુવા સમિતિ જંબુસર દ્વારા છીદ્રા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો..

ProudOfGujarat

વાંકલ : જનજાગૃતિ સુરક્ષા મંચ સુરત દ્વારા પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસક ઘટના ઘટી તેના વિરોધમાં સુરત કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ તરીકે મારૂતિસિંહ અટોદરીયાની નિમણુક કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!