Proud of Gujarat
FeaturedGujarat

વિરમગામ-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત,4 ના મોત 20 થી વઘુ લોકો ઇજાગ્રસ્ત…

Share

પીયુષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ

મૂળ અમદાવાદના તેમજ આજુબાજુ વિસ્તારના રહેતો પરીવાર સભ્યો પાટડી તાલુકાનાં સેડલા ગામ મરણ પ્રસંગે રાત્રી ભજનમા આવ્યા હતા. જેઓ આજરોજ સવારે છોટા હાથી વાહનમાં અમદાવાદ પરત ફરતા હતા તે દરમ્યાન માલવણ-વિરમગામ હાઇવે પર દોલતપુરા-વડગાસ ગામની નજીક છોટા હાથી વાહન પલટાયું અને રોડ સાઇડ ખાબક્યુ હતું. જ્યાં અકસ્માત મા કુલ બે મહીલા,એક બાળક અને એક પુરુષ એમ કુલ 4 લોકોને મોત નિપજ્યા હતા. તેમજ 20 થી વઘુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને ખાનગી વાહન અને 108 એમ્બ્યુલન્સ દ્વારા વિરમગામ સરકારી અને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.ઘટનાની જાણ થતા વિરમગામ નાયબ કલેક્ટર,ડીવાયએસપી સહિત વિરમગામ ગ્રામ્ય પોલીસ પીએઆઇ સહિત સ્ટાફ,ચીફ ઓફિસર,સામાજીક કાર્યકર બળવંત ઠાકોર,આશિષ ગુપ્તા,ભાવેશ સોલંકી,બીરજુ ગુપ્તા,નગીન દલવાડી સહિત વિરમગામ સરકારી ગાંઘી હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ઘરી હતી.ઇજાગ્રસ્તોને વઘુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતને પગલે વિરમગામ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

મૃતક-

(1) લલીતભાઇ વિનોદભાઇ સોલંકી – ઉ.વ.28
(2) કવિતા સંજયભાઇ પરમાર-ઉ.વ.8
(3) રેખાબેન છગનભાઇ પરમાર-ઉ.વ.38
(4) ઘૂડીબેન મેલાભાઇ પરમાર-ઉ.વ.40

ઇજાગ્રસ્ત-
સંજય શંકરભાઇ પરમાર,મોનીકા,મફતભાઇ,લલિતાબેન,મંજુલાબેન,વર્ષાબેન,કનૈયાલાલ,શગુણાબેન,મંજુલાબેન કનુભાઇ,શારદાબેન,હીરાબેન ,શંકરભાઇ રતિલાલ ,ચંપાબેન,કપિલાબેન સોમાભાઇ,પ્રકાશભાઇ,સાક્ષી,ઘવલભાઇ પ્રકાશભાઇ સહિતનાઓ ઇજાગ્રસ્ત થતા વઘુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.


Share

Related posts

રાજકોટ : પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

વડોદરા : કરજણ પોલીસ મથકની હદમાં ગેરકાયદેસર પશુઓ ભરી જઈ રહેલો આઇસર ટેમ્પો ઝડપાયો…

ProudOfGujarat

આમોદ : સારીંગ ગામની સીમમાં આવેલી હજરત સૈયદ પરદેશી પીર બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!