Proud of Gujarat
FeaturedGujaratHealth

સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા અંતર્ગત વિરમગામ તાલુકામાં કામગીરી હાથ ધરવામાં આવી.

Share

ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયા અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સેવા વિસ્તારના ગામોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને ઝાડાથી બચવાના ઉપાયો, હાથ ધોવાની રીત, ઓઆરએસ બનાવવાની રીત નિદર્શન દ્વારા સમજાવવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવના માર્ગદર્શન મુજબ વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. વિરમગામ તાલુકામાં સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયાને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર, મેડીકલ ઓફિસર, સુપરવાઇઝરો સહિતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Advertisement

તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ઝાડા થાય ત્યારે તાત્કાલિક ઓઆરએસ અને વધારે પ્રમાણમાં પ્રવાહી આપવાનું ચાલુ કરી દેવું જોઇએ અને ઝાડા મટી (બંધ) જાય ત્યાં સુધી આપવાનું ચાલુ રાખવું. જે બાળકને ઝાડા થયા હોય તે બાળકને ઝીંકની ગોળી ૧૪ દિવસ સુધી આપવી જોઇએ અને ઝાડા બંધ થઇ જાય તો પણ ઝીંકની ગોળી ૧૪ દિવસ આપવી જ જોઇએ. બાળકોને ઝાડાની સારવાર રૂપે ઓઆરએસ અને ઝીંકની ઉપયોગ કરવો એ સલામત ઉપાય છે અને આ ઉપાય બાળકને ઝાડામાંથી ઝડપથી સાઝુ કરી દે છે. બાળકને ઝાડા થયા હોય ત્યારે સ્તનપાન ચાલુ રાખવું જોઇએ. શુધ્ધ (ચોખ્ખુ) પાણીનો જ પીવા માટે ઉપયોગ કરવો. માતાએ જમવાનું બનાવતા પહેલા, બાળકને જમાડતા પહેલા અને બાળકનું મળ સાફ કર્યા પછી પોતાના હાથ સાબુ વડે ધોવા જોઇએ.


Share

Related posts

વોર્ડ નંબર ૨ ના ઘાસ મંડાઈ વિસ્તારમાં કાંસની અધુરી કામગીરીના કારણે વોર્ડ નંબર ૧૦ માં વરસાદની ઋતુનો અનુભવ કરતાં લોકો.

ProudOfGujarat

ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મોહબી અને ઘોડી ગામની બહેનોને ડાંગર ઝૂડવાનું મશીનનું વિતરણ કરાયું.

ProudOfGujarat

અમદાવાદ શાહપુરમાં બુટલેગરો બેફામ: તલવારોથી સામસામે હુમલો કરી 2 બાઇક સળગાવ્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!