ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા
સાણંદ દાદા ગ્રામ આશ્રમ શાળા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાણંદ તથા બોપલ તાલુકાનો બાલ વર્ગ યોજાયો હતો. જેમાં બંને તાલુકાના 47 બાળકોએ ભાગ લીધો હતો. આ બળવર્ગમાં બાળકો ને રમત સાથે વાર્તા તેમજ દેશ ભક્તિ ગીતો શીખવાડવામાં આવ્યાં હતા. વર્ગના સમાપનમાં શાળાના પરિસરમાં લીમડો સરગવો જેવા 200 વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું હતુ. જેમાં દાદા ગ્રામ આશ્રમ શાળાના સંચાલક જેસંગજી ઠાકોર, જીતેન્દ્રસિંહ સોલંકી, કૃણાલભાઈ જોશી સહીતના સંઘના કાર્યકર્તા હાજર રહ્યા હતા. સમગ્ર વૃક્ષારોપણ કાર્યક્રમનું સંચાલન હિન્દુ જાગરણ મંચ દ્વારા કરવામાં આવ્યું હતુ. વૃક્ષારોપણ માટે તમામ વૃક્ષો સાણંદ આર.એફ.ઓ ચોધરી સાહેબ દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. પર્યાવરણ ના જતન માટે આગામી સમય માં વધારેમાં વધારે વૃક્ષા રોપણ કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
Advertisement