ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા
આજરોજ ધોરણ.12 સામાન્ય પ્રવાહનું 73.27 % પરિણામ જાહેર થયું છે. આ પરિણામોમાં પાટણ જિલ્લો 85.03 ટકા સાથે પ્રથમ રહ્યો છે જ્યારે પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 45.02% છે. વિરમગામ કેન્દ્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.90% પરીણામ આવ્યું હતુ. વિરમગામની જાણીતી શૈક્ષણીક સંસ્થા દિવ્યજ્યોત હાઇસ્કુલનું 85.26% પરીણામ આવ્યું હતુ. વિરમગામ શહેરની દિવ્યજ્યોત હાઇસ્કૂલની ધોરણ-12 સામાન્ય પ્રવાહની વિદ્યાર્થીન દવે ધારા ભરતકુમાર 89.23%, 99.74 પર્સન્ટાઇલ રેન્ક સાથે વિરમગામ કેન્દ્રમા પ્રથમ નંબર મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું હતુ. જ્યારે વિરમગામ શહેરની કે.બી.શાહ વિનય શાળામાં 85.88 % પરીણામ જાહેર થયું જેમા 99.34 પર્સન્ટાઇલ રેંક સાથે પરમાર શ્વેતા રાજેશભાઈએ પ્રથમ નંબર મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષામાં 3,56,869 નિયમિત ઉમેદવારો નોંધાયા હતાં. જે પૈકી 3,55,562 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં. અને 2,60,503 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ગયા વખતની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે.