ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા
વિરમગામ માંડલ દેત્રોજ-રામપુરા ઠાકોર વિકાસ મંડળ દ્વારા તારીખ 9/5/2019 ના રોજ રામપુરા ખાતે ૪૦ નવયુગલોએ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા માંડયા હતા. આ પ્રસંગે વિરમગામ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર, સુરેન્દ્રનગર સાંસદ દેવજીભાઈ ફતેપરા, સુરેન્દ્રનગર સાંસદ સીટ ના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરા, રોયલ ઠાકોર સેના પ્રમુખ રમેશજી વિરભણજી ઠાકોર, જિલ્લા સદસ્ય મનુજી ઠાકોર, જિલ્લા સદસ્ય શ્રીમતી ચંદ્રિકાબેન નટુજી ઠાકોર, સમાજ અગ્રણી નટુજી કલાજી ઠાકોર, ધરમશીભાઈ દેવાજી ઠાકોર ડી.કે ઠાકોર, ભોજન દાતા કુંવરજી બબાજી ઠાકોર સહિત આગેવાનો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. વધુમાં ધારાસભ્ય ભરતજીએ જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણનો વધારો થાય સમાજ પ્રગતિ થાય તેવી આશા વ્યકત કરી હતી.
Advertisement