Proud of Gujarat
FeaturedGujaratHealth

વિરમગામ તાલુકાના જખવાડા ખાતે ટીબી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં આવેલા દર્દીઓને ટીબી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

Share

ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

અમદાવાદ જીલ્લા ક્ષય કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે જખવાડા ગામની પ્રાથમિક શાળામાં ટીબી અંગે જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. રેડક્રોસ ના સહયોગથી આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં આવેલા દર્દીઓને ટીબી અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી અને ટીબી અંગેની માહિતી આપતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલ દ્વારા આરોગ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે મોટી સંખ્યામાં ગ્રામજનોએ નિહાળ્યું હતું અને આરોગ્ય વિષયક મહત્વની જાણકારી મળવી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ જીલ્લા ટીબી ઓફીસર ડો.દિક્ષીત કાપડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિરલ વાઘેલા મેડિકલ ઓફિસર ડો. રવીન્દ્રસિંહ વાઘેલા, સરપંચ મનોજ ગોહિલ, લીયો કલબ મેમ્બર્સ, એનએસએસના વિદ્યાર્થીઓ સહીત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

લીંબડી ખાતે રાણી તળાવની સફાઈ કામગીરી હાથ ધરાઇ

ProudOfGujarat

પંચમહાલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર : આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે ગૌરીવ્રત નિમિતે સ્કૂલની બાળકીઓને ડ્રાયફ્રૂટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!