Proud of Gujarat
FeaturedGujaratHealthWorld

વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત વિરમગામમાં 7 હજાર ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી.

Share

ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા વિરમગામ શહેરમાં ૨૫મી એપ્રીલે વિશ્વ મેલેરીયા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જીલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ અને અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણીના ભાગરૂપે સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વિરમગામ શહેરમાં 7000 ઘરોમાં એક દિવસમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને થોડી સાવચેતી રાખવામાં આવે તો મેલેરીયાથી બચી શકાય છે તે અંગે સમજણ આપવામાં આવી હતી. “મેલેરિયાને રોકો ન આપો એને ફેલાવાનો મોકો” અને “મેલેરીયાના અંતની શરૂઆત મારા પ્રયત્નોથી” સ્લોગન અંગે સમજ આપવામાં આવી હતી. વિરમગામ શહેરમાં આરોગ્ય કર્મચારીઓ માટે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ પ્રોગ્રામ વિષય પર આયોજિત સેમિનારમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, તાલુકા સુપરવાઇઝર કે.એમ. મકવાણા સહિત મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાણંદ ખાતે અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા લીલી ઝંડી બતાવીને રેલીનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને ડીઆઇઇસીઓ વિજય પંડિત ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણીના ભાગરૂપે વિરમગામ શહેરમાં આરોગ્ય કર્મચારીઓ માટે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ પ્રોગ્રામ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આરોગ્ય કર્મચારીઓની વિવિધ ટીમો દ્વારા વિરમગામ શહેરના 7000 ઘરોમાં એક સાથે પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. લોકોને મેલેરીયાના રોગથી બચવાના ઉપાયો સમજાવવામાં આવી હતી. જો થોડી સાવચેતી રાખવામાં આવે તો મેલેરીયાથી બચી શકાય છે. ઉલટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.


Share

Related posts

ઝઘડીયા : ટોઠિદરા પંથકમાં ખાણ ખનીજનાં ચેકિંગ દરમિયાન રોયલ્ટી વિનાની પાંચ ટ્રકો ઝડપાઇ.

ProudOfGujarat

ભરૂચ : ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેલ્ફ એમ્પ્લોઈડ ટેલરિંગ કોર્સનાં તાલીમાર્થીઓને મશીન વિતરણ કરાયું.

ProudOfGujarat

વાંકલ : માંગરોળના શાહ ગામેથી વરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!