અમદાવાદ જીલ્લાના વિરમગામમાં માંડલ રોડ પર આવેલી સંત શિરોમણી સદગુરૂ શ્રી બજરંગદાસ બાપાની બાપા સીતારામ મઢુલી ખાતે ગુરૂવારે વહેલી સવારથી જ ભકતોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. બાપા સિતારામ મઢુલીના ભક્તો દ્વારા બટુક ભોજન તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ચાર હજારથી વધુ બાળકો સહિત કુલ છ હજારથી વધુ લોકોએ બજરંગદાસ બાપાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. વિરમગામ શહેરમાં આવેલી શાળોઓના વિદ્યાર્થીઓએ બાપા સિતારામ મઢુલીએ જઇને આશીર્વાદ મેળવ્યા હતા. વિરમગામ ખાતે બજરંગદાસ બાપાના ભકતો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બટુક ભોજન કરાવવામાં આવ્યુ હતુ. વિરમગામ ખાતે આયોજીત કાર્યક્રમને સફળ બનાવવા માટે ભીખાભાઇ બારડ, કાળુભાઇ ઠાકોર, કીશનભાઇ ઠાકોર, ભરતભાઇ દલવાડી, દલાભાઇ, કિશોરભાઇ કડીયા, પરાગભાઇ, દશરથભાઇ દલવાડી, અશ્વિનભાઇ ચૌહાણ સહિના ભકતોએ જહેમત ઉઠાવી હતી. વિરમગામમાં આવેલ બાપા સિતારમ મઢુલીના ભકતોએ જણાવ્યુ હતુ કે, વિરમગામ શહેરમાં અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે અને વિરમગામમાં અવાર નવાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માંડલ રોડ પર આવેલ બાપા સિતારામ મઢુલી દ્વારા બજરંગદાસ બાપાની પુણ્યતિથી નિમિત્તે બટુક ભોજન તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેનો છ હજારથી વધુ ભક્તોએ લાભ લીધો હતો. બાપા સિતારામ મઢુલી પરીવાર દ્વારા શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથી નિમિત્તે બટુક ભોજન તથા પ્રસાદના કાર્યક્રમમાં સામાજિક સમરસતાના દર્શન થયા હતા. બટુક ભોજનમાં ઊંચનીચ કે જ્ઞાતિજાતિના ભેદભાવ વગર બધા લોકો સહભાગી થયા હતા અને વિવિધ જ્ઞાતિ સમાજના બાળકોએ એક જ પંગતમાં બેસીને બજરંગદાસ બાપાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરું પાડયું હતુ.
વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ