Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝમાં નવરાત્રી મહોત્સવમાં જામી ગરબાની રમઝટ

Share

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ 
  
  નીલકંઠ રો બંગ્લોઝના ભુલકાઓ અને દિકરીઓ દ્વારા ત્રીજા નોરતાએ ડાન્સ ગરબા રજુ કરીને આકર્ષણ જમાવ્યુ.

વિરમગામ શહેરમાં નવરાત્રી મહોત્સવમાં ગરબા રમવા ખેલૈયાઓનો થનગનાટ જોવા મળી રહ્યો છે. વિરમગામ પંથકમાં ગરબા મહોત્સવમાં પ્રથમ બે દિવસ વરસાદના કારણે અનેક ખેલૈયાઓ નિરાશ થયા હતા પરંતુ ત્રીજા નોરતાએ વરસાદે વિરામ લેતા ખેલૈયાઓ મુન મુકીને ગરબે ઘુમ્યા હતા. વિરમગામમાં નીલકંઠ રો બંગ્લોઝમાં નવરાત્રી મહોત્સવમાં જગત જનની માઁ આદ્યશક્તિ અંબાજી માતા સહિતના માતાજીની આરાધનાના મહાપર્વ નવરાત્રીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે અને સમૂહ આરતીમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. નીલકંઠ રો બંગ્લોઝમાં નવરાત્રી મહોત્સવમાં ગરબાની રમઝટ જામી છે અને અનેક ખેલૈયાઓ ગરમે ઘુમી રહ્યા છે. ત્રીજા નોરતાઓ નીલકંઠ રો બંગ્લોઝના ભુલકાઓ દ્વારા “કમ્મરીયા ડાન્સ” રજુ કરવામાં આવ્યો અને દિકરીઓ દ્વારા શાનદાર “અમે ગુજરાતી લેરી લાલા ગીત” પર ડાન્સ ગરબા રજુ કરવામાં આવ્યા હતા. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ. અત્રે ઉલ્લેખનિય છે કે, નવરાત્રી શરૂ થાય તે પુર્વે એક મહિનાથી નીલકંઠ રો બંગ્લોઝના ભુલકાઓ અને દિકરીઓને વંદનાબેન વાસુકિયા તથા આશાબેન રાવલ દ્વારા ડાન્સ ગરબાની પ્રેક્ટીશ કરાવવામાં આવતી હતી. આ ઉપરાંત વિરમગામ શહેરમાં  શેરી ગરબા સાથે વિવિધ મંડળો અને ગ્રુપ દ્વારા અનેક જગ્યાઓ પર નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે અને જગત જનની આધ્યશક્તિની આરાધના કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલી બેંક ઓફ બરોડા શાખા દ્વારા બેંકના ૧૧૪ માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ અને સખી મંડળોને લોન વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ 108 એમ્બ્યુલન્સનાં કર્મચારીઓની પ્રમાણિકતા જાણો વધુ.

ProudOfGujarat

સુરતના ભટાર વિસ્તારમાં આવેલી શાળાનાં બાળકોને રસોઈ તેમજ શૂટિંગ શીખવવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!