Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ ખાતે વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવણી અંતર્ગત રેલી અને વ્યસન મુક્તિ યજ્ઞ કરાયો

Share

– વ્યસન મુક્તિનો સંદેશ આપતા પ્લે કાર્ડ સાથે નિકળેલ રેલી દરમ્યાન વ્યસન મુક્તિ માટેના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા

– અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અતર્ગત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ

Advertisement

ન્યુઝ.વિરમગામ

તસવીરઃ- વંદના વાસુકિયા

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ, નશાબંધી અને આબકારી ખાતુ અમદાવાદ તથા અખીલ વિશ્વ ગાયત્રી પરીવારના સંયુક્ત ઉપક્રમે વિરમગામ ખાતે વર્લ્ડ નો ટોબેકો ડે (૩૧ મે) ઉજવણી અંતર્ગત રેલી અને વ્યસન મુક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તાલુકા હેલ્થ ઓફિસ ખાતે નશાબંધી અને આબકારી ખાતુ અમદાવાદના અધિક્ષક રમેશભાઇ વસાવાએ લીલી ઝંડી બતાવીને રેલીનો શુભારંભ કરાવ્યો હતો. આ રેલી માંડલ રોડ, ગોલવાડી દરવાજા, બસ સ્ટેન્ડ, ગોળ પીઠા, નગર સેવા સદન થઇને તાલુકા હેલ્થ ઓફિસ ખાતે પરત ફરી હતી. વ્યસન મુક્તિનો સંદેશ આપતા પ્લે કાર્ડ સાથે નિકળેલ રેલી દરમ્યાન વ્યસન મુક્તિ માટેના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમના નોડલ ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ તથા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇના માર્ગદર્શન મુજબ વિરમગામ ખાતે આયોજિત વ્યસન મુક્તિ રેલી તથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રેલી બાદ અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અતર્ગત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રેલી તથા યજ્ઞને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, નશાબંધી અને આબકારી ખાતુ અમદાવાદના અધિક્ષક રમેશભાઇ વસાવા, નશાબંધી મંડળ ગુજરાતના ગણપતભાઇ પંડ્યા, આર.આઇ.ઇગલે, અખિલ વિશ્વ ગાયત્રી પરીવારના રમેશભાઇ જોષી, ગીરીશભાઇ પટેલ, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, સુપરવાઇઝરો સહિત આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જમાવ્યુ હતુ કે, નશોએ નાશનું મુળ છે. નશાના કારણે વ્યક્તિના શરીરને તો નુકશાન થાય છે સાથે સાથે પરીવારને પણ નુકશાન ભોગવવું પડે છે. તમાકુમાં નિકોટીન નામનુ ઝેરી તત્વ રહેલુ હોય છે. જે શરીરમાં દાખલ થતા જ્ઞાન તંતુઓને ઉત્તેજીત કરે છે અને શરીર તથા મનને ક્ષણીક ખુબ જ સારૂ લાગે છે. જો થોડીવારમાં બીડી, સીગારેટ, મસાલા, ગુટખાનું સેવાન ન કરે તો બેચેની ઉભી થાય છે. આ ક્ષણીક આનંદ માટે નશાની કાયમી આદત પડી જાય છે. જે આખરે વિનાશનું કારણ પણ બની શકે છે. વ્યસનના કારણે કેન્સર, ટીબી, આખની તકલીફો, શ્વાસની તકલીફો, આંતરડાની બિમારીઓ પણ થઇ શકે છે.


Share

Related posts

અંકલેશ્વરનાં હસ્તી તળાવ વિસ્તારની સિદ્ધેશ્વરી સોસાયટીમાં હત્યાની આશંકા સાથે એક પરપ્રાંતિ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો તે ગુના સંદર્ભે પોલીસ તે મૃતક પરિણીતાના પતિની અટકાયત કરી છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પતંગની દોરીથી ગળુ કપાઈ જવાની ૪ ઘટના એકનું મોત ૩ ગંભીર.

ProudOfGujarat

ભરૂચનાં દાંડિયા બજારમાં કેમ સર્જાયો શિયાળામાં ચોમાસા જેવો માહોલ ? જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!