ચૂંટણી મા ભાજપ અને કોંગ્રેસની 17-17 સભ્યો હાજર રહ્યા હતા. ચીઠ્ઠી ઉપાડીને નિર્ણય કરતા પ્રમુખ તરીકે રેખાબેન રાજેશભાઇ પંડ્યા અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ સમરથિત બિમલ ભાઇ પટેલ ચૂંટાઇ આવ્યા.
કોંગ્રેસ ના 15 અને અન્ય 2 અપક્ષો મળીને 17 જ્યારે ભાજપના 16 અને અન્ય એક અપક્ષ એમ કુલ 17 સભ્યો હાજર…
વિરમગામ નગરપાલિકાના વર્ષ 2015 મા સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. વિરમગામ નગરપાલિકાના પ્રમુખ હોદ્દે ની બીજા તબક્કા ના અઢી વર્ષ માટે ચૂંટણી ત્રીજા રોસ્ટર પોઇન્ટ મુજબ સ્ત્રી મુજબ વર્ગ ના પ્રમુખ અને ઉપપ્રમુખ હોદ્દાની ચૂંટણી આજે વિરમગામ નગરપાલિકા ખાતે હતી.. જેમા વિરમગામ નાયબ કલેક્ટર ના અઘ્યક્ષતામા બેઠકમાં ચૂંટણી યોજાઇ હતી.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2015 ની વિરમગામ નગરપાલિકાના ચૂંટણીમાં ભાજપ ના 17 ,કોંગેસ ના 16 અને અન્ય એટલેકે અપક્ષો 3 કાઉન્સિલરો ચૂંટાઇ આવ્યાં હતાં.ત્યાર બાદ ભાજપે સમરસ કરી નગરપાલિકા પર સત્તાબનાવી હતી.અઢી વર્ષ બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ ની યોજાતા ભાજપ
માં જેમાં કુલ 34 સભ્યો હાજર રહ્યા હતા ભાજપના 16 અને અન્ય અપક્ષ એમ કુલ 17 જ્યારે કોંગેસ ના 15 અને અન્ય 2 અપક્ષ સભ્યો કોંગ્રેસ ને સહયોગ આપતા બંને પક્ષો મા 17 -17 સભ્યો થતા આખય ભાજપ-17 અને કૉંગ્રેસ-17 ઉમેદવાર હાજર રહેલ. જેથી ચિઠ્ઠી ઉપાડી નિર્ણય કરતા પ્રમુખ તરીકે ભાજપના રીનાબેન આર. પંડ્યા અને ઉપપ્રમુખ તરીકે કૉંગ્રેસ સમરથિત અપક્ષ ઉમેદવાર બિમલભાઈ ગોવિંદભાઇ પટેલ ચૂંટાઈ આવેલ છે.
ઉલ્લેખનીય છે કે વિરમગામ નગરપાલિકાના કોગ્રેસના કાઉન્સિલર યાસીન મંડલી એ વિરમગામમાં સત્તાનો દુરઉપયોગ કરી નગરપાલિકા ની મિલ્કત ન.પા. મંજૂરી વગર વેચાણ આપી.તેમજ ચીફ ઓફિસર સાથે અસભ્ય વર્તન કરનાર નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય યાસીન આઇ.મંડલી ને ગાંઘીનગર મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશન ના કમિશ્નરે સભ્ય પદેથી દૂર કર્યા…ગુજરાત નગરપાલિકા અઘિનિયન-1963 ની કલમ-37 હેઠળ વિરમગામ નગરપાલિકાના સભ્ય પદેથી દૂર કરાયા. વઘુમાં ભાજપના મનોજ પરીખ ગેરહાજર રહ્યા હતા…જેમા આજરોજ ચૂંટણીમાં કુલ 36 માથી ભાજપ અને કોંગ્રેસના 17 -17 સભ્યો હાજર રહ્યા હતા.
રિપોર્ટ-પીયૂષ ગજ્જર, વિરમગામ.