ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના વાસુકિયા
Advertisement
વિરમગામ શહેર ભારતીય જનતા પાર્ટી વિરમગામ તથા શહેર યુવા મોરચા
દ્વારા ગરમીમાં લોક સેવાના કાર્ય તરીકે ઠંડી છાસનું વિત્તરણ કરવામાં આવ્યું હતુ. ગરમીના સમયે લોકોએ ઠંડી છાસ પી ને ગરમીમાં રાહત મેળવી હતી. આ કાર્યક્રમમાં વિરમગામ શહેર ભાજપ સંગઠન પ્રમુખ નરેશભાઈ શાહ, યુવા મોરચા ના પ્રમુખ હિતેશભાઇ પ્રજાપતિ, ઉપ પ્રમુખ ડી સી ઠક્કર, મહામંત્રી હીરેન પટેલ, કોષાધ્યક્ષ જીગ્નેશ પીઠવા તથા જીલ્લા કારોબારી સભ્ય રવી બારોટ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.