– ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કિસાન કલ્યાણ મહોત્સવ 2018 નું આયોજન કરવામાં આવ્યું હતું
ન્યુઝ. વિરમગામ
તસવીર:- વંદના વાસુકિયા
ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત એપીએમસી વિરમગામ ખાતે કિસાન કલ્યાણ મહોત્સવ 2018 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં વિવિધ વિભાગો દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેડૂતોએ આરોગ્ય વિભાગ, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધ કેન્દ્ર, પશુપાલન વિભાગ, સામાજીક વનીકરણ વિભાગ સહિતના વિવિધ પ્રદર્શનો નિહાળ્યા હતા. જેમાંથી તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા બનાવવામાં આવેલ આરોગ્ય વિષયક માહિતી આપતો સ્ટોલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આરોગ્ય વિભાગના આઇઇસી સ્ટોલની પુર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, વજુભાઇ ડોડીયા, નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ પટેલ, પ્રાન્ત અધિકારી આઇ આર વાળા, લખુભા ચાવડા, કિરીટસિંહ ગોહિલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ મુલાકાત લીધી હતી. વિરમગામ ખાતે કિસાન કલ્યાણ મહોત્સવમાં આવેલા ખેડુતોએ આરોગ્ય વિભાગના સ્ટોલની મુલાકાત લીધી હતી.
આરોગ્ય વિભાગના સ્ટોલમાં મુલાકાતીઓને વાહકજન્ય રોગચાળા નિયંત્રણ, પાણીજન્ય રોગચાળા નિયંત્રણ, હિટવેવથી બચવાના ઉપાયો, પોષણ, બેટી બચાવો અભિયાન, અટલ સ્નેહ યોજના, ચિરંજીવી યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગના સ્ટોલને આકર્ષક બનાવવા માટે ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો રવીન્દ્રસિંહ વાઘેલા, નીલકંઠ વાસુકીયા, કાંતિભાઈ ઠાકોર, દિવાન ઠાકોર, અજય ક્રિશ્ચન, જયેશ પાવરા સહિતના આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી