ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા
વિશ્વ ટીબી દિવસની ઉજવણીના ભાગરૂપે તાલુકા હેલ્થ ઓફિસ, વિરમગામ અને જિલ્લા ક્ષય કેન્દ્ર, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિરમગામ તાલુકાની મોડેલ સ્કુલ ભોજવા ખાતેથી જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. મોડેલ સ્કુલ ભોજવા ખાતેથી રેલીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. ભોજવા ગામના વિવિધ વિસ્તારોમાં ફરીને મોડેલ સ્કુલ પર ફરી હતી. ટીબીના રોગ વિશે લોકોમાં જાગૃતી આવે તે માટે સુત્રોચાર કરવામાં આવ્યા અને ટી શર્ટ, ટોપીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વિદ્યાર્થીઓમાં ટીબી અંગે જનજાગૃતિ ફેલાય તે માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને આ જ સમય છે ટીબીનો અંત લાવવાનો, આવો આપણાં રાજ્યને ટીબીમુક્ત કરીએ જેવા સુત્રો અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફીસર ડો.વિરલ વાઘેલા, ડો.આર જી વાઘેલા, પ્રકાશભાઇ પટેલ, ગીરીશભાઇ, કાન્તિભાઇ ઠાકોર સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
વિરમગામ તાલુકા હેલ્થ ઓફીસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ટીબી રોગના દર્દીના ગળફા કે શ્વાસોશ્વાસ દ્વારા ટીબીના રોગના જીંવાણુઓ હવામાં ફેલાય છે અને આ દુષીત હવા શ્વાસમાં લેવાથી તંદુરસ્ત વ્યક્તીને ટીબીનો ચેપ લાગી શકે છે. સતત બે અઠવાડીયા કરતા વધુ સમયથી ખાંસી આવતી હોય તેવા વ્યક્તીને ટીબી હોઇ શકે છે, જેથી નજીકના આરોગ્ય કેન્દ્રમાં ગળફાની તપાસ કરાવવી જોઇએ.