Proud of Gujarat
FeaturedGujarat

શનિવારે વિરમગામના ઐતિહાસિક શ્રી ગેગડી હનુમાનજી દાદાનો હોમાત્મક યજ્ઞ યોજાયો.મોટી સંખ્યામાં ભક્તોએ ગેગડી હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી અને પ્રસાદ ગ્રહણ કર્યો…

Share

પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ

વિરમગામ શહેરમાં આવેલા અતિ પ્રાચિન ગેગડી હનુમાનજી મંદિર ખાતે ફાગણ સુદ દશમ ને શનિવારના રોજ શ્રી મારૂતી હોમાત્મક યજ્ઞનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. મારૂતિ યજ્ઞની શાસ્ત્રોક વિધી આચાર્ય શ્રી કિરણભાઈ શીવપ્રસાદ દવે દ્વારા કરાવવામાં આવી હતી. ગેગડી હનુમાનજી મંદિર ખાતે મારૂતિ યજ્ઞનુ આયોજન સફળ બનાવવા માટે પુજારી ધીરજલાલ હરીભાઇ દવે સહીત ભક્તોએ જહેમત ઉઠાવી હતી. શનિવારે સવારે મારૂતિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંજે શ્રીફળ હોમીને મારૂતિ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શનિવારે મોટી સંખ્યામાં ભક્તોએ ગેગડી હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગેગડી હનુમાનજી દાદાના મંદિરે દર શનિવારે તથા રવિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે અને બાળકો મંદિરના બગીચામાં આનંદ કિલ્લોલ કરે છે.

Advertisement


Share

Related posts

રાજપીપળા પાસેના કરજણ ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં 26 હજાર કયુસેક પાણી નદીમાં છોડાયુ : ડેમના ચાર ગેટ ખોલાયા.

ProudOfGujarat

દેશભરમાં માનવ અધિકાર માટે લડત આપતી હુમન રાઈટસ એન્ડ સોશ્યલ જસ્ટિસ મિશનના કાર્યકરો અને આગેવાનોનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો.

ProudOfGujarat

ભરૂચ : મહેશ્વરી સમાજના સ્થાપના દિને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!