Proud of Gujarat
FeaturedGujarat

નળસરોવર,ઇંટોના ભઠ્ઠા,ખેતર,કન્સ્ટ્રક્શન સાઇટ જેવા દુર્ગમ વિસ્તારોમાં પોલીયો રસીકરણ કરાયુ…

Share

ન્યુઝ. વિરમગામ
તસવીર:- વંદના નીલકંઠ વાસુકિયા

વિરમગામ તાલુકામાં તાલુકા  હેલ્થ ઓફિસની ટીમ દ્વારા પોલીયોની કામગીરીનું ક્રોસ વેરીફીકેશન કરાયુ.

Advertisement

       વિરમગામ તાલુકામાં પલ્સ પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષના બાળકોને બુથ પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી. પરંતુ પ્રથમ દિવસે પોલીયો બુથ પર રસી પીવાથી વંચીત રહી ગયેલા બાળકોને આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા બીજા તથા ત્રીજા દિવસે  હાઉસ ટુ હાઉસ કામગીરી કરીને પોલીયોની રસી પીવડાવવામાં આવી રહી  છે. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ દ્વારા પોલીયોની હાઉસ ટુ હાઉસ કામગીરીનું ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યુ હતુ. નળ સરોવર વિસ્તાર, ઇંટોના ભઠ્ઠાઓ, કન્સ્ટ્રક્શન સાઇટ, ખેતરો જેવા અંતરીયાળ તથા દુર્ગમ વિસ્તારોમાં કુલ ૧૧ મોબાઇલ ટીમ દ્વારા બાળકોને પોલીયો વિરોધી રસી પીવડાવીને રક્ષીત કરવામાં આવ્યા હતા. આ કામગીરીનું ડો.ગીતાંજલીબેન બોહરા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, ફિહેસુ ગૌરીબેન મકવાણા, મપહેસુ કે.એમ.મકવાણા, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, અર્બન હેલ્થ ઓફિસર, આરબીએસકે મેડીકલ ઓફિસર, આયુષ મેડીકલ ઓફિસર, સુપરવાઇઝરો સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સુપરવીઝન કરવામાં આવી રહ્યુ છે.

        તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના બીજા દિવસે હાઉસ ટુ હાઉસ કામગીરી કરવામાં આવી હતી અને પ્રથમ દિવસે પોલીયો બુથ પર પોલીયોની રસી ન પીધી હોય તેવા ૦ થી ૫ વર્ષના બાળકો શોધવામાં આવ્યા હતા અને આ બાળકોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે જઇને પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી. રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, નેશનલ હાઇવે જેવા સ્થળો પર ટ્રાન્ઝીટ બુથ ઉભા કરીને મુસાફરી કરી રહેલા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસની ટીમ, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર સહિત કુલ ૨૮ સુપરવાઇઝરો દ્વારા પોલીયો અભિયાનની કામગીરીનું સુપરવીઝન કરવામાં આવ્યુ હતુ.


Share

Related posts

અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે “આઝાદીનો અમૃત મહોત્સવ – હર ઘર તિરંગા” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

નડિયાદના ટ્રાવેલ્સ એજન્ટને અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવો ભારે પડ્યો

ProudOfGujarat

“सूरमा” के डायलॉग प्रोमो में संदीप सिंह के जीवन से जुड़े विभिन्न पक्ष से करवाया गया रुबरु!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!