Proud of Gujarat
FeaturedGujarat

વિરમગામ શહેરમાં બર્થ ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત યુવા શક્તિ ગ્રુપ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.

Share

ન્યુઝ વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

વિરમગામ શહેરમાં બર્થ ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત યુવા શક્તિ ગ્રુપ દ્રારા ગણેશ પાર્ક પરીવારના સહયોગથી ગણેશ પાર્ક સોસાયટીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. જેમાં 101 વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી. ગણેશ પાર્ક પરીવાર દ્રારા વૃક્ષોને ઉછેરી જતન કરવાની જવાબદારી લીધી હતી. જેમાં યુવા શક્તિ ગ્રુપના સભ્યો, સોસાયટીના રહીશો, ભાજપ તાલુકા મહામંત્રી કીરીટસિંહ ગોહીલ, સંજયસિંહ મકવાણા, નગરપાલિકા કાઉન્સિલર નિલેશભાઈ ચૌહાણ, તેજસભાઈ વજાણી, ર્ડા.પ્રકાશભાઈ સારડા, સુમનભાઈ સોની, ભાનુભાઈ પંડયા, અમીતભાઈ હળવદિયા, કે.બી.શાહ શાળાના વિધાર્થીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ ઉપરાંત શારદા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. તેમાં સુરેશભાઈ ચંડી, નગીનદાસ કણઝરીયા, સ્કુલના શિક્ષકો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. યુવા શક્તિ ગ્રુપ દ્વારા વધુમાં વધુ વૃક્ષ વાવી વિરમગામ હરીયાળુ બનાવવા અપીલ કરવામાં આવી રહી છે.

Advertisement


Share

Related posts

સુરતમાં BRTS ની બસએ વધુ એકને અડફેટે લઈ મોતને ધાટ ઉતારી દીધો હતો દંપતિને BRTS ના બસનાં ચાલકે કતાર ગામ દરવાજા નજીક બનેલી ધટનામાં પત્ની અને બાળકને ઇજા પહોંચી હતી.

ProudOfGujarat

વલસાડના પત્રકાર સામે ખોટી રીતે પોલીસે ગુનો દાખલ કરવા મામલે સુરત જિલ્લા પત્રકાર સંઘની કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે આવેલ ઝેનિથ હાઇસ્કૂલ માં સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!