Proud of Gujarat
FeaturedGujarat

ઝરમર વરસતા વરસાદમાં હું પલળી ગયો પણ તને પામવાનું સપનું કોરુંકટ રહી ગયું…

Share

કોલમ- પ્રેમની વસંત બારેમાસ
લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

સવારનો સમય છે અને વૈભવી શહેરી જીવન પદ્ધતિથી જીવન જીવી રહેલા અનેક લોકોએ પોતાના સંસ્કાર ટકાવી રાખ્યા હોય તેવુ દ્રશ્ય જોવા મળી રહ્યુ છે. વહેલી સવારમાં અનેક લોકો મંદિરમાં જઈ મંગળા આરતીનો લાભ લઇ રહ્યા છે. અનેક લોકોની સાથે મંગળા આરતીમાં નિયમિત આવતો ઉત્સાહી યુવક એટલે વિનય. વિનયના દિવસના દિવસની શરૂઆત મંગળા આરતીથી જ થાય છે અને પછી વિનય પોતાનો અન્ય કામકાજ શરૂ કરે છે. ચોમાસાની ઋતુમાં વિનય આજે મંદિરમાં ભગવાનના દર્શન કરી ઘર તરફ જઈ રહ્યો છે ત્યારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા-ભડાકાઓની સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ જોવા મળી રહ્યા છે. થોડીવારમાં જ ધોધમાર વરસાદ વરસવા લાગશે તેવુ લાગી રહ્યુ છે. ઝરમર વરસતા વરસાદમાં રસ્તાપર અનેક અનેક યુવક યુવતિઓ ભીંજાઈ રહ્યા છે પરંતુ વિનયની નજર ઝરમર વરસાદમાં ભીંજાયેલી એક યુવતી પર સ્થિર થઈ જાય છે. ભીંજાયેલી યુવતીને નિહાળતાની સાથે જ હાથમાં છત્રી હોવા છતાં પણ વિનય પલળી જાય છે. વિનયને પહેલી નજરે જ આ સ્વરૂપવાન યુવતી ગમી જાય છે. વિનય તેના વિચારોમાં ખોવાઇ જાય છે. વિનય તેને મનોમન પ્રેમ કરવા લાગે છે અને તેને પામવાનો મનમાં સંકલ્પ કરે છે.

Advertisement

ઝરમર વરસતો વરસાદ બંધ થતાં યુવતી પોતાના ઘરમાં જતી રહે છે પરંતુ વિનયની આંખોમાં તો ભીંજાયેલી યુવતી રમ્યા કરે છે. હવે વિનયને એ યુવતી સિવાય બીજું કંઈ જ દેખાતું નથી. પછી તો વિનય તે યુવતીની એક ઝલક નિહાળવા માટે પણ તેના ઘર પાસેથી અવારનવાર પસાર થઇ રહ્યો છે અને તે યુવતીને નિહાળવાનો વિનયનો નિત્યક્રમ બની જાય છે. વિનયને જે યુવતી ગમે છે તે યુવતીનું નામ ઝરણા છે. વિનય સવારે મંગળા આરતીમાંથી પરત આવી રહ્યો હોય છે ત્યારે તે ઝરણા ના ઘર પાસે થોડો સમય રોકાઈ જાય છે અને એક વખત ઝરણાને નિહાળવાનો પ્રયાસ કરે છે. ભગવાનના દર્શન કર્યા પછી વિનય ઝરણા ને નિહાળવાની એક પણ તક વિનય છોડતો નથી. થોડા દિવસોમાં જ ઝરણા ને પણ ખબર પડી જાય છે કે વિનય નામનો કોઈ યુવક તેનો પીછો કરી રહ્યો છે અને તેને જોઈ રહ્યો છે. પહેલા તો ઝરણાં ને એમ થાય છે કે આ યુવક મારા રૂપને જોઇને પ્રેમ કરતો લાગે છે. પછી થોડા દિવસો સુધી ઝરણાં વિનયની તમામ પ્રવૃતિઓ ઉપર નજર રાખવાની શરૂ કરે છે. ઝરણાના મનમાં પણ વિનય પ્રત્યે પ્રેમના અંકુર ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે તેમ છતાં પણ ઝરણાં વિનયના પ્રેમની પરીક્ષા લેવાનું નક્કી કરે છે અને આ પરીક્ષા એટલે વિનયના ચારિત્ર્યની પરીક્ષા. ઝરણા પોતાના પ્રેમીની પરીક્ષા લેવા માટે પોતાની ખાસ સહેલી નમ્રતાની મદદ લે છે અને યોજના પૂર્વક નમ્રતા વિનયની આગળ પાછળ ફર્યા કરે છે. થોડા દિવસોમાં જ વિનયને ખબર પડી જાય છે કે નમ્રતા નામની યુવતી તેની આગળ પાછળ ફરી રહી છે ત્યારે વિનય નમ્રતા પુર્વક નમ્રતાને કહે છે કે બહેન તમે ખોટી જગ્યાએ મહેનત કરી રહ્યા છો. નમ્રતા કહે છે કે હું તમને પ્રેમ કરું છું અને તમને પામવા માગું છું ત્યારે વિનય કહે છે કે આ જન્મમાં તો મને પામવો શક્ય નથી કેમ કે હું કોઈ અન્ય યુવતીને પ્રેમ કરું છું. નમ્રતાના અનેક પ્રયાસો છતાં પણ વિનય નમ્રતાના પ્રેમનો સ્વીકાર કરતો નથી. આમ ઝરણા દ્વારા લેવામાં આવેલી પહેલી પરીક્ષામાં વિનય પાસ થાય છે તેમ છતાં પણ ઝરણા વિનય ની બીજી અને આખરી પરીક્ષા લેવાનું નક્કી કરે છે. ઝરણા પોતે જ વિનયના મોબાઈલ પર ફોન કરે છે અને થોડી વાતચીત કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ વિનય અજાણી યુવતી સાથે વાત કરવાનુ તાળી રહ્યો છે. તેમ છતાં પણ ઝરણા વિનયને પોતાની વાતોમાં ઉલજાવી રાખવાનો પ્રયત્ન કરે છે અને મળવા માટે બપોરના સમયે બગીચામાં આવવાનું કહે છે. વિનય મળવા આવવાની સ્પષ્ટ ના પાડી દે છે અને કહે છે કે હું કોઈ યુવતીને પ્રેમ કરું છું અને તેને હું સંપૂર્ણ વફાદાર છું મારે કોઈ અન્ય યુવતીના પ્રેમની સહેજ પણ જરૂર નથી. ઝરણા બગીચામાં આવીને વિનયના આવવાની રાહ જોઇ રહી છે પરંતુ વિનય આવતો નથી અને આપના દ્વારા લેવામાં આવેલી બીજી પરીક્ષામાં પણ વિનય પાસ થઈ જાય છે. હવે તો ઝરણા પણ વિનયને અનહદ પ્રેમ કરવા લાગી છે અને વિનયને પામવા માટે તે પણ મનમાં નિશ્ચય કરે છે. બીજા દિવસે સવારે વિનય મંગળા આરતીમાં પહોંચે એ પહેલા જ ઝરણાં મંદિરમાં પહોંચી જાય છે અને જ્યારે વિનય મંદિરમાં આવે છે ત્યારે ઝરણાને મંગળા આરતીમાં જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આજે વિનયને ભગવાન અને પ્રેમ બંને સાથે જોવા મળ્યા હોવાને કારણે તે ખૂબ જ ખુશ થઈ જાય છે. મંગળા આરતીમાં વિનય અને ઝરણા એકબીજાની સામે જોયા કરે છે અને મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઝરણા વિનય પાસે થોડી નજીક જાય છે અને ધીરેથી બોલે છે કે હું ભગવાનના દર્શન કરવા નહીં પરંતુ તમને નિહાળવા આવી છું. આ સાંભળીને વિનય પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિનય એક પણ શબ્દ બોલે તે પહેલાં જ ઝરણા પ્રેમનો એકરાર કરે છે. વિનય અને ઝરણાનો પ્રેમ હજુ તો થોડા મહિનાઓ સુધી ચાલે છે ત્યારે અચાનક જ ઝરણાનો પરિવાર વિદેશમાં સ્થાયી થવાનું નક્કી કરે છે. ઝરણા પોતાના પ્રેમ માટે વિદેશમાં જવાની સ્પષ્ટ ના પાડી દે છે પરંતુ પરિવારના આગ્રહના કારણે ઝરણા એ પણ વિદેશ સ્થાયી થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. ઝરણા વિનય પાસે આવે છે અને કહે છે કે ભલે હું વિદેશમાં જઈ રહી છું પરંતુ મારું મન તો તારી પાસે જ રહેશે. ઝરણા વિનયને વિદેશથી પરત આવી લગ્ન કરવાનું વચન આપે છે. ઝરણા પરિવારની સાથે વિદેશમાં જાય છે તેમ છતાં પણ નિયમિત વિનયના સંપર્કમાં રહે છે. એછામાં ઓછી દિવસમાં એક વખત સમય કાઢીને ઝરણા વિનય સાથે પ્રેમની વાતો કરી રહી છે. આવો નિત્યક્રમ વર્ષો સુધી ચાલ્યા કરે છે અને ઝરણા વિનય સાથે મોબાઇલ પર વાતચીત કરતી રહે છે. વિદેશથી ઝરણા વિનય માટે તહેવાર પર ખાસ ભેટ પણ મોકલાવતી રહે છે. વિદેશમાં રહીને પણ ઝરણા વિનયને ભુલી શકી નથી. ઝરણા લગ્ન કરવા માટે વિદેશથી પરત આવશે તેવો વિનયને પુરો વિશ્વાસ છે પરંતુ વર્ષો વીતવા છતાં પણ ઝરણાં પરત આવી શકતી નથી. ઝરણા વિદેશમાં રહીને વિનય સાથે પ્રેમથી વાત તો કરી રહી છે પરંતુ તે પોતાની મજબૂરી પણ વિનયને જણાવી રહી છે. પરિવારની ખુશી માટે ઝરણા વિદેશમાં જ લગ્ન કરી લે છે અને લગ્નની જાણ વિનયને કરે છે ત્યારે વિનયના પગ નીચેથી જમીન ખસી જાય છે. ઝરણા વિનયને કહે છે કે તમે પણ લગ્ન કરી લો, તેમ છતાં પણ વિનય લગ્ન કરતો નથી અને ઝરણાને યાદ કરીને જીવન વ્યતીત કરી રહ્યો છે. જાણે ઝરમર વરસતા વરસાદમાં પલળી ગયેલા વિનયનું ઝરણાને પામવાનું સપનું કોરું કટ રહી જાય છે.


Share

Related posts

અમદાવાદ : બજરંગ દળ દ્વારા એક મોલમાં પઠાણ ફિલ્મના લાગેલ પોસ્ટરોની તોડફોડ કરી વિરોધ કર્યો.

ProudOfGujarat

ભરૂચ-કેનાલ ના પાણીમાં ડૂબતી નીલ ગાયને બચાવી આ યુવાનોએ…

ProudOfGujarat

આગામી 5મી ઓક્ટોબરે રિલીઝ થતી બોલીવુડની ફિલ્મ લવરાત્રીને લઈને અમદાવાદના સનાતન ફાઉન્ડેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરાઈ PIL..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!