કોલમ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
શહેરી જીવનશૈલી જીવી રહેલો જય નામનો ઉત્સાહી યુવક સવારમાં વહેલો ઉઠી જતાં પરિવારના સભ્યોને સુખદ આશ્ચર્ય થાય છે અને પરિવારના બધા સભ્યો એક વિચારમાં ખોવાઈ જાય છે કે સામાન્ય રીતે મોડા ઊઠવા માટે ટેવાયેલો જય આજે કેમ અચાનક જ વહેલો ઉઠી ગયો છે તથા પોતાનું દરેક કામ ઝડપથી બતાવી રહ્યો છે. જય પાસે જઈ તેના પિતાજી પૂછે છે કે જય આજે સૂરજ કેમ પશ્ચિમ ઉગ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે જયે કર્યું પિતાજી સુરજ તો પૂર્વમાં જ ઉગે પરંતુ તમને એ આશ્ચર્ય જરૂર થયું હશે કે જય આજે કેમ વહેલો ઉઠી ગયો. જયના પિતાજીએ કહ્યું હા અમને બધાને એ જ આશ્ચર્ય થઈ રહ્યું છે ત્યારે જયે જણાવ્યું કે પિતાજી હવે સુવાનો સમય પૂરો થઈ ગયો છે અને લોકસભાની ચૂંટણી સુધી જાગવાનો સમય આવી ગયો છે. હું હવે નિયમિત વહેલો ઉઠી સમાજ જાગરણના કામોમાં જોડાઇશ અને દેશમાં ફરીથી મજબૂત રાષ્ટ્રવાદી સરકાર બને તે માટે સતત પ્રયત્ન કરતો રહીશ. જયની આવી રાષ્ટ્રભાવના જાણી પરિવારના દરેક સભ્યો આનંદિત થાય છે. બધા સાથે મળીને સવારનો ચા-નાસ્તો કરે છે અને પછી જય તેના કેટલાક સાથે મિત્રોને લઈને શહેરમાં સંપર્ક માટે નીકળી પડે છે. યોગાનુયોગ જે વિસ્તારમાં જય મતદાર જાગૃતિ અભિયાન માટે જાય છે ત્યાં જ તેને કોલેજની મિત્ર અનામિકા મળી જાય છે. જય અને અનામિકા વચ્ચે થોડો સંવાદ થાય છે અને જયના કામથી અનામિકા ખૂબ જ પ્રભાવિત થાય છે અને અનામિકા પણ જય સાથે જોડાઈને સમાજ જાગરણનું કામ કરવાની શરૂઆત કરે છે. લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષને હરાવવા માટે કેટલાક તત્વો સક્રિય થઇ રહ્યા છે ત્યારે આવા લોકોને પરાસ્ત કરવા માટે જય અને અનામિકા સાથે મળી સમાજ જાગરણનું કામ કરી રહ્યા છે અને લોકોને મહત્તમ મતાધિકારનો ઉપયોગ કરવા માટે સમજાવી રહ્યા છે. સતત સાથે રહેવાના કારણે અને એકબીજાને નજીકથી જાણવાના કારણે જય અને અનામિકા વચ્ચે નિકટતા વધી રહી છે અને થોડા દિવસોમાં જ બંને પ્રેમના તાંતણે બંધાય છે. મિત્રમાંથી પ્રેમી બન્યા બાદ પણ બંને સાથે મળીને ગામડે ગામડે ફરી રહ્યા છે અને લોકોને રાષ્ટ્રવાદી સરકાર બનાવવા માટે મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન જ ચૂંટણીની ચર્ચા ની સાથે સાથે જય અને અનામિકાના પ્રેમની ચર્ચા પણ ચારે બાજુ શરૂ થઈ જાય છે. એક દિવસ આ ચર્ચાની જાણ બંનેના પરિવારમાં થઈ જાય છે. જેના કારણે જય અને અનામિકાના પરિવારના સભ્યો ગુસ્સે થાય છે અને પ્રેમને ભૂલી એકબીજાને ન મળવા માટે દબાણ કરવાનું શરૂ કરવામાં આવે છે. અનામિકાના પરિવાર દ્વારા યોગ્ય યુવકની શોધ શરૂ કરવામાં આવે છે. જ્યારે જય માટે પણ પરિવાર દ્વારા યોગ્ય યુવતીની તપાસ શરુ કરવામાં આવે છે. આવા સમયે પણ જય અને અનામિકા છૂપાઈ છૂપાઈને મળી રહ્યા છે અને પ્રેમ લગ્ન કરી ઘર છોડી સાથે જતા રહેવાનું વિચાર કરે છે ત્યારે અનામિકા કહે છે કે જય આપણે લગ્ન કરીશું તો પરિવારની મરજીથી બાકી ભાગીને લગ્ન નહીં જ કરીએ. તો આ બાજુ લોકસભાની ચૂંટણીનું મતદાન પણ પૂરું થઇ ગયું છે અને લોકો ચૂંટણીનું પરિણામ શું આવશે તેની ચર્ચા કરી રહ્યા છે તો સાથે સાથે જય અને અનામિકા ના પ્રેમ નું પરિણામ શું આવશે તેની પણ કેટલાક લોકો ચર્ચા કરી રહ્યા છે. આવા સમયે જ અનામિકાના પરિવાર દ્વારા યોગ્ય યુવકની શોધ કરીને તેની સાથે અનામિકાની સગાઇ નક્કી કરવામાં આવે છે. આ વાતની જાણ જયને થતાં તે ખૂબ જ આકુળ-વ્યાકુળ બની જાય છે અને હવે શું કરવું તે અંગે વિચાર કરવા લાગે છે ત્યારે જયનો એક મિત્ર ત્યાં આવે છે અને તે કહે છે કે અનામિકાની સગાઇ જે રોહન નામના યુવક સાથે થવાની છે તે મારો મિત્ર છે અને જો આપણે તેને મળીને તારા પ્રેમની વાત કરીશું તો ચોક્કસ રોહન અનામિકા સાથે સગાઈ નહીં જ કરે. આ સાંભળતાની સાથે જ જય ખુબ જ ખુશ થઇ જાય છે અને પોતાના મિત્રને ભેટી પડે છે. જય કહે છે ચાલ આપણે એક ક્ષણનો વિલંબ કર્યા વગર રોહનને મળીએ અને તેની સાથે વાતચીત કરીએ. જય અને તેનો મિત્ર રોહનને મળવા માટે જાય છે અને રોહનને હર્ષથી ભેટી પડે છે. રોહન કાંઈ સમજી શકતો નથી કે જય તેને શા માટે આટલો બધો આદર સન્માન આપી રહ્યો છે પરંતુ રોહન કંઈ બોલે તે પહેલાં જ જયનો મિત્ર રોહનને કહે છે કે રોહન તારી પાસે આજે હું મારા મિત્ર જયની ખુશી અને જિંદગી માગવા માટે આવ્યો છું ત્યારે રોહને કહ્યું કે મને કાંઈ ખબર ન પડી ત્યારે જયનો મિત્ર કહે છે કે રોહન તારી જે યુવતી અનામિકા સાથે સગાઈ થવા જઇ રહી છે તે અને જય એકબીજાને ખુબ જ પ્રેમ કરી રહ્યા છે. આ સાંભળતાની સાથે જ રોહન આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે મને આ અંગે કંઈ ખબર જ ન હતી નહીતર હું અનામિકા સાથે સગાઇ ન કરત પરંતુ હવે બહુ મોડું થઇ ગયું છે અને અમારી સગાઇ પણ નિશ્ચિત થઈ ગયું થઈ ગઈ છે. ભૂતકાળને તમે ભૂલી જાવ ત્યારે જય કહે છે કે હું અનામિકા વગર જીવી શકું તેમ નથી અને જો તેમ છતાં પણ તમે અનામિકાને મારા વગર ખુશ રાખી શકતા હોવ તો હું તમારી બંનેની જિંદગી માંથી ચાલ્યો જઇશ. આ સાંભળીને રોહન કહે છે કે હું કોઈની જિંદગી બગાડવા માંગતો નથી પરંતુ હું એક વખત અનામિકાને મળવા માંગુ છું. આટલી વાતચીત પછી જય તેનો મિત્ર અને રોહન છૂટા પડે છે. થોડા દિવસો બાદ રોહન અનામિકા ને મળવા માટે બોલાવે છે અને અનામિકા ને પૂછે છે કે શું તું કોઇ જય નામના યુવકને પ્રેમ કરે છે ત્યારે આ સાંભળીને અનામિકા પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે હા હું જયને પ્રેમ કરું છું. આ સાંભળીને રોહન કહે છે કે તો હવે આપણી નહીં પરંતુ રોહન અને તારા લગ્ન કરાવીશ. રોહનના વ્યવહારથી અનામિકા ખૂબ જ ખુશ થાય છે અને રોહન સાથે આજીવન મિત્રતા નિભાવવાનું વચન આપે છે. રોહન સીધો અનામિકાને લઈને ઘરે પહોંચે છે અને અનામિકાના પરિવારના વડીલો ને સમજાવે છે કે અનામિકા મારા કરતા જય સાથે વધુ ખુશ રહી શકે તેમ છે. એટલા માટે તમારે જય અને અનામિકાના લગ્ન કરાવવાં જઇએ. શરૂઆતમાં પરિવારના લોકો સંમત થતા નથી પરંતુ આખરે રોહનના કારણે પરિવારના લોકો સંમત થાય છે અને જયને મળવા માટે બોલાવવાનું નક્કી કરવામાં આવે છે. રોહન જયને સાથે લઈ અનામિકાના ઘરે આવે છે અને પરિવારના લોકો સાથે મુલાકાત કરાવે છે. અનામિકાના પરિવારના સભ્યોને જયનો વ્યવહાર અને સ્વભાવ બંને પસંદ આવે છે અને અનામિકાનો હાથ જયના હાથમાં સોંપવાનું નક્કી કરવામાં આવે છે. તો આ બાજુ જય પણ પોતાના પરિવારના લોકો ને આ બધી વાત કરે છે અને પરિવારને પણ તૈયાર કરે છે. જયનો પરિવાર પણ જયની ખુશી માટે અનામિકા સાથે લગ્ન કરવાની સંમતિ આપે છે. આખરે હર્ષોલ્લાસ સાથે જય અને અનામિકાના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવે છે. લગ્નમાં પણ પાછી એક જ ચર્ચા ચાલી રહી છે કે જય અને અનામિકાના પ્રેમનું તો સુખદ પરિણામ આવી ગયું છે પરંતુ લોકસભાની ચૂંટણીનું પરિણામ શું આવશે.