કોલમ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
ઉનાળાની ઋતુમાં તાપમાનમાં વધારો થવાને કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઘરમાં કે ઓફિસમાં રહીને પોતાનું કામ કરી રહ્યા છે. અનિવાર્ય કામ હોય તેવા કેટલાક લોકો બપોરના સમયે રસ્તા પર જોવા મળી રહ્યા છે. તેમ છતાં પણ ઉનાળાની બપોરમાં મોટા ભાગમાં જાહેર માર્ગો સૂમસામ લાગી રહ્યા છે. ઉનાળાની ગરમીમાં વિરેન નામનો યુવક ઘરની બહાર નીકળવાની બદલે સોશિયલ મીડિયામાં સક્રિય રહી સમય પસાર કરી રહ્યો છે અને અચાનક જ ચાર વર્ષ પછી તેને એક મહિલાનો મેસેજ આવે છે. થોડી વાતચીત થાય છે અને તે મહિલા વીરેન ને કહે છે કે તમે 4 વર્ષ પહેલાં મેસેજ કર્યો હતો. આપનો મેસેજ મને ગમ્યો. વિરેને કહ્યું મેં ક્યારે અને કેમ મેસેજ કર્યો હતો તે મને કાંઈ ખબર નથી ત્યારે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલ મહિલા નિધિએ મેસેજ અંગે કહ્યું કે તમે મેસેજ કર્યો હતો કે “તમે પ્રમાણિક અને નિષ્ઠાવાન લાગો છો એટલા માટે હું તમારી સાથે વાત કરવા માગું છું. મિત્ર બનાવવા માંગુ છું. પરંતુ જો તમને વાત કરવી પસંદ ન હોય તો મને ના પાડી દેજો એટલે હું ફરી મેસેજ કરીશ નહીં” વિરેને થોડું હસીને નિધિ ને કહ્યું કે હવે પછી મારો મેસેજ ચાર વર્ષ પછી વાંચતા નહીં અને મેસેજ કરું તો ઉત્તર આપજો. વીરેન ના આવા શબ્દો સાંભળીને નિધિ હસવા લાગે છે અને કહે છે કે તમારા શબ્દો મને ગમ્યા એટલે જ કદાચ આપની સાથે વાત કરી રહી છું. વિરેન અને નિધિ સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત કરવાની શરૂઆત કરે છે અને સતત સંવાદથી થોડા દિવસોમાં જ બંને મિત્ર બની જાય છે. પછી તો ક્યારેક નિધિ સામેથી જ વિરેનને મેસેજ કરે છે અને બંને કલાકો સુધી વાતચીત કરી રહ્યા છે. વાતચીતના થોડા જ દિવસોમાં વિરેન નિધિ પાસે મોબાઈલ નંબરની માંગણી કરે છે પરંતુ નિધિ વિરેનને પોતાનો મોબાઈલ નંબર આપતી નથી. તેમ છતાં પણ વીરેન અને નિધિ વચ્ચે સતત સંવાદ જળવાયેલો રહે છે અને એકબીજા સાથે સમય મળે ત્યારે વાતચીત કરી રહ્યા છે. વિરેન અને નિધિની વાતચીતમાં સતત હાસ્ય છલકાયેલું જોવા મળી રહ્યું છે. નિધિ મોટેભાગે વાતચીતમાં અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરી રહી છે. જ્યારે વીરેન ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે. એક દિવસ જ્યારે વિરેન નિધિ ને કહે છે કે તું વાતચીતમાં ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરજે ત્યારે નિધિ એ કહ્યું કે કેમ ગુજરાતી શબ્દોનો જ ઉપયોગ કરું મારે તો સામાન્ય રીતે ગુજરાતી શબ્દોની સાથે અંગ્રેજી શબ્દો આવી જાય છે. આ સાંભળીને વિરેને જણાવ્યું કે મને અંગ્રેજી શબ્દોમાં બહુ ખબર પડતી નથી ત્યારે નિધિ એ કહ્યું કે મેં અત્યાર સુધી ઘણી વખત અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કર્યો તો તમે કેમ એ શબ્દો સમજી ગયા. વિરેને કહ્યું કે કે શબ્દો ઘણી વખત હું સમજ્યો નથી પરંતુ સંવાદ જળવાઈ રહે એ માટે મેં દરેક વખતે હા માં હા મેળવીને વાતચીતનો દોર શરૂ રાખ્યો હતો. આ સાંભળીને નિધિ ખડખડાટ હસી પડે છે અને કહે છે કે તમે ખરેખર જબરજસ્ત છો. અંગ્રેજીમાં ખબર નથી પડતી એમ કહી તમે મારી મશ્કરી ન કરો. તમને અંગ્રેજી આવડે જ છે ત્યારે વીરેને કહ્યું કે મને થોડું ઘણું અંગ્રેજી આવડે છે પરંતુ પાકુ અંગ્રેજી આવડતું નથી. તું કેટલાક અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરે તો હું તેનો ભાવાર્થ સમજી શકું છું પરંતુ જો અઘરા શબ્દોનો પ્રયોગ કરે તો હું તે સમજી શકતો નથી. એ સારું હો હવે હું ગુજરાતી શબ્દોનો વાતચીતમાં મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશ પરંતુ જો વાતચીતમાં ક્યારેય અંગ્રેજી શબ્દોનો પ્રયોગ થઈ જાય તો ચલાવી લેજો અને ન સમજાય તો મને તેનો ગુજરાતી અર્થ પૂછી લેજો તેમ ઠાવકાઈથી નિધિએ જણાવ્યું. વિરેને કહ્યું કે હું તો સાવ ડફોળ છું. મને અંગ્રેજી આવડતું નથી એટલે તું ગુજરાતીમાં જ વાત કરજે. નિધિએ કહ્યું કે તમે ડફોળ નથી પરંતુ બીજાને ડફોળ બનાવો એવા છો. તમને બધું આવડે જ છે તેમ છતાં પણ તમને કંઈ આવડતું નથી એવું તમે ડોળ કરો છો અને લોકો સરળતાથી તમારી વાતમાં આવી જાય છે ત્યારે વિરેને કહ્યું કે ડફોળ બનીને જ જિંદગી જીવવામાં મજા છે. જીવનમાં બહુ હોશિયારી મરાય નહીં. થોડા દિવસની વાતચીત પછી નિધિ વીરેને પોતાનો મોબાઈલ નંબર આપે છે અને સોશિયલ મીડિયા ઉપરાંત બંને મોબાઈલ પર પણ વખતો વખત વાતચીત કરી રહ્યા છે. નિધિ જ્યારે ઘરથી ઓફિસ જાય છે ત્યારે અથવા તો ઓફિસથી ઘર તરફ આવવા નીકળે છે ત્યારે રસ્તામાં વિરેન સાથે વાત કરી રહી છે. એક દિવસ નિધિ જ્યારે ઓફિસ પહોંચે છે ત્યારે ઓફિસમાં કોઈ અન્ય કર્મચારીઓ આવ્યા ન હોવાથી તે વીરેન સાથે મોબાઇલ પર વાતચીત કરવાની શરૂ કરે છે અને સાથે પોતાનું કામ પણ કરી રહી છે. એક કલાકથી પણ વધુ સમય વાત કર્યા પછી પણ વિરેન અને નિધિની વાતો પૂરી થતી નથી અને મોબાઇલ પર વાત થવાના કારણે વીરેન નિધિ તરફ આકર્ષાય છે. અહીંથી વીરેનના પ્રેમનો શુભારંભ થાય છે. તો આ બાજુ નિધિના મનમાં શું ચાલી રહ્યું છે તે વીરેન જાણતો નથી. પરંતુ વિરેનને વિશ્વાસ છે કે નિધિ પણ તેને પ્રેમ કરી રહી છે. વિરેન નિધિ ને પૂછે છે કે તે કોઇને પ્રેમ કર્યો છે ત્યારે નિધિ કહે છે કે મે કોઈને પ્રેમ કર્યો નથી અને હું મારા પરિવારને જ પ્રેમ કરું છું. વીરેન નિધીને કહે છે કે મને લાગે છે કે તને ચોક્કસ કોઈની સાથે પ્રેમ થઈ જશે ત્યારે નિધિ કહે છે કે તમને મારા પર જબરો વિશ્વાસ છે કે મને પ્રેમ થઇ જશે. હું તમને હજુ પણ કહું છું કે હું કોઈને પ્રેમ કરવાની નથી. સારું જોઈએ ત્યારે એમ કહીને વીરેન નિધિ ને કહે છે કે તું મને ગમે છે. શું હું તને ગમુ છુ? વિધિ એ તરત જ કહ્યું કે તમે પણ મને ગમો જ છો એટલે તો વાતચીત કરું છું. વિરેને વિધિ કહી છે કે તમે જ્યારે મારા શહેરમાં આવું ત્યારે આપણે મળીશું અને સાથે બેસીને થોડી વાતચીત કરીશું. નિધિ ના પ્રેમાળ વ્યવહારના કારણે વિરેન તેને ખૂબ જ પ્રેમ કરવા લાગે છે અને એક દિવસ વિરેન નિધિ કહે છે કે હું તને પ્રેમ કરું છું. નિધિએ કહ્યું કે તમે મને પ્રેમ ન કરશો કેમકે હું તમને પ્રેમ કરી શકું તેમ નથી ત્યારે વીરેને કહ્યું કે તું મને પ્રેમ કરે કે ન કરે હું તને ભરપૂર પ્રેમ કરતો રહીશ. વારંવાર ના પાડવાં છતાં પણ વિરેન મકકમતાથી નિધિને પ્રેમ કરતો રહે છે અને નિધિ મિત્ર માનીને વિરેન સાથે વાત કરી રહી છે. વીરેનના પ્રેમ કરવાના કારણે નિધિ થોડી તકલીફ અનુભવી રહી છે અને વિરેનને સમજાવી રહી છે. આખરે વિરેન કહે છે કે, નથી રહી કોઈ અપેક્ષા આપની પાસે પ્રેમની, હું જ પ્રેમમાં પાગલ આપને તકલીફ દઇ બેઠો.
(સત્ય ઘટનાથી પ્રેરીત, નામ બદલેલ છે)