आरोग्यं परमं भाग्यं આ સિદ્ધાંતને અનુસરતા
બાબેન ગામ ખાતે વિદ્યાભારતી ટ્રસ્ટ સંકુલમાં ટેક્ષાસ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આરોગ્યની સુખાકારી વધે એ માટે ગુજરાતમાં સુવિધાસભર સારવાર અને અત્યાધુનિક ટેકનોલોજી સાથેની હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રોનાં નિર્માણ થઇ રહ્યા છે. આજે બાબેન ખાતે ટેક્સાસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલને લોકાર્પિત કરતા ધન્યતાની લાગણી અનુભવી.
આયુષમાન ભારત કાર્ડની સુવિધા પૂરી પાડતી આ હોસ્પિટલ બાબેન અને એની આજુબાજુનાં રહેવાસીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થશે.
સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યઓ સંદીપભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પરમાર, સુરત જિલ્લા સંઘ પ્રમુખ ભીખાભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
બાબેન ગામ ખાતે વિદ્યાભારતી ટ્રસ્ટ સંકુલમાં ટેક્ષાસ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
જેમાં ૧૫૦ બેડની ક્ષમતા સાથે ૬ ઓપરેશન થીયેટર, કેથલેબ, ડાયાલીસીસ, ઓર્થોપેડિક NICU, ICU, માં-કાર્ડ અને આયુષમાન ભારત કાર્ડની પણ સુવિધા સાથે હોસ્પિટલ ના લોકાર્પણ કાર્યક્રમ મા સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યઓ સંદીપભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પરમાર, સુરત જિલ્લા સંઘ પ્રમુખ ભીખાભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.