વેરાવળ સમસ્ત સિંધી સમાજના શિક્ષણના વિવિધ ક્ષેત્રમાં સફળતા મેળવનાર 98 વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં ધો.10 ના 13, ધો.12 કોમર્સના 14, ધો.12 સાયન્સ 6, ડિપ્લોમા ક્ષેત્રના 2, ગ્રેજ્યુએટ 31, પોસ્ટ ગ્રેજયુએટ અને ઇંજીનીરિંગ ક્ષેત્રના 24 અને હાયર એજ્યુકેશન જેમાં ડોકટર, સીએ ક્ષેત્રના 8 વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
ત્યારબાદ વેરાવળ સિંધી સમાજ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહેમાનો દ્વારા સ્વાગત પ્રવચન અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળાઓ દ્વારા ડાન્સ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા તિજોરી અધિકારી વાસુદેવ તીર્થાણીએ જણાવ્યું હતું કે સફળતાએ જિંદગીની રેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. તેવી જ રીતે વિધાર્થીઓએ ક્યારેય હાર ન માનવી, મહેનતનું ફળ એક દિવસ મળે જ છે. પ્રોજેક્ટ ચેરમેન વિનોદભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે સમાજની દીકરીઓ હાલમાં દીકરાઓ કરતા વધુ આગળ છે તેથી વધુ આગળ ભણી શકે તે માટે હોસ્ટેલની સ્પેશિયલ વ્યવસ્થા કરવી જોઈએ જેથી સિંધી સમાજની દીકરીઓ દરેક ક્ષેત્રે આગળ આવી શકે. આ તકે અખિલ ભારતીય લાડી લોહાણા સિંધી પંચાયતના રાષ્ટ્રિય અધ્યક્ષ ભાગચંદ સુખવાણી, ઉપપ્રમુખ ઈશ્વરલાલ જેઠવાણી, જો.સેક્રેટરી સેવારામ મુલચંદાણી ,સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ જગદીશભાઈ મંગનાણી, જિલ્લા તિજોરી અધિકારી વાસુદેવ તિર્થાણી તથા સૌરાષ્ટ્રની તમામ સિંધી પંચાયતના પ્રમુખ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત સિંધી સમાજ વેરાવળના આગેવાઓએ જહેમત ઉઠાવી હતી.
વેરાવળમાં સમસ્ત સિંધી સમાજનાં વિવિધ ક્ષેત્રના 98 વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા.
Advertisement