તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ ખાતે નજીવી બાબત અંગે ઉચ્ચ જ્ઞાતિનાં લોકો દ્વારા સિદ્દી સમાજનાં યુવાનોને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને તેનો વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો આ બનાવને વખોડવા સિદ્દી જમાત રતનપૂર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. પ્રાંત અધિકારી ઝધડીયાને સિદ્દી સમાજ રતનપુર દ્વારા આવેદનપત્ર પાઠવાયુ હતુ. આવેદનપત્રમાં જણાવાયુ હતુ કે તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ ખાતે સિદ્દી જાતિનાં યુવાનોને દોરડા વડે બાંધી તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેમજ વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને સિદ્દી જમાત રતનપુર વખોડી કાઢે છે. સિદ્દી સમાજ શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવે છે તેમજ અનુસૂચિત જનજાતિમાં સિદ્દી સમાજનો સમાવેશ થાય છે તેથી એટ્રોસિટી એક્ટ મુજબ નરાધમો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. અન્યથા ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ ખાતે સિદ્દીજમાતનાં યુવાનોને નજીવી બાબતે ઉચ્ચ જ્ઞાતિનાં લોકોએ ઢોર માર મારવાથી સિદ્દી સમાજ રતનપુર દ્વારા આવેદનપત્ર પાઠવાયું.
Advertisement