વાપી ગુંજન વિસ્તારમાં રાહદારી પાસેથી મોબાઇલ ઝુંટવી બાઇક પર ફરાર થઇ રહેલા બે ઇસમો પૈકી એક ને પકડી પાડી મેથીપાક ચખાડ્યો હતો. જ્યારે ચાલક ભાગવામાં સફળ થયો હતો. પોલીસે ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ધરપકડ કરી છે.
દમણના ભેંસલોર વિસ્તારમાં રહેતા અને વોચમેન તરીકે નોકરી કરતા અમરસિંહ રાધેશ્યામ વર્મા ગુરૂવારે વાપી ગુંજન ખાતે અંબામાતા મંદિરમાં દર્શને આવ્યા હતા. જ્યાંથી બહાર નીકળ્યા બાદ મોબાઇલ પર વાત કરતા કરતા ચાલતા જઇ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી બાઇક પર આવેલા બે ઇસમો તેના હાથમાંથી મોબાઇલ ઝુંટવીને ફરાર થઇ ગયા હતા. ઘટના બનતા જ ત્યાં લોકોનો જમાવડો થઇ ગયો હતો. તો કેટલાક યુવકો બાઇક લઇને તેમની પાછળ દોડ્યા હતા. આ અંગે વાપી જીઆઇડીસી પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ સુરેશ મોતીરામ અને સમર સિંહ આરોપીઓ પાછળ દોડ્યા હતા. બંને મોરારજી સર્કલ પાસે ઝડપાયો હતો. જ્યારે ચાલક ભાગવામાં સફળ થયો હતો. પુછપરછમાં તેણે પોતાનું નામ શ્રીકેશ રાકેશ સિંહ ઉ.વ.20 વાપી હરિયા પાર્ક વૈભવલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે નાસી ગયેલા આરોપીનું નામ ધીરજ યાદવ જે પહેલા વાપી રહેતો હતો અને હાલ મુંબઇમાં રહે છે. પકડાયેલ આરોપી શ્રીકેશ રાકેશ સિંહ ડુંગરાની એક ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં 10 પાસ કર્યા બાદ પ્રાઇવેટમાં 11મા ધોરણનો અભ્યાસ કરી રહ્યો છે. તેમજ તેના પિતા વાપીની એક પ્રખ્યાત કંપનીમાં કેન્ટીન ચલાવે છે.
આરોપીએ પહેલા પોલીસને ગેરમાર્ગે દોર્યા
આરોપી શ્રીકેશને પોલીસ સ્ટેશને લાવ્યા બાદ તેણે પોલીસને પોતાની ઉમર 17 વર્ષ હોવાનું જણાવ્યુ હતું. જોકે તેના પિતાથી બર્થ સર્ટિફિકેટ મંગાવતા તેમાં તેની ઉમર 20 વર્ષનું હોવાનું બહાર આવતા આરોપીએ પોલીસને પહેલા ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યા હોવાનું બહાર આવ્યું હતું…સૌજન્ય D.B