સૌજન્ય-D.B/વાપી: બચેલું અનાજ ફેંકી દેવાની જગ્યાના કોઇના પેટમાં જાય અને અનાજનો બગાડ ન થાય તેવા ઉદેશ્ય સાથે વાપીના 10 જેટલા વોલેન્ટરો છેલ્લા થોડા દિવસોથી રાત્રી દરમિયાન અનોખી સેવા બજાવી રહ્યાં છે. આ ટીમ હોટલ-રેસ્ટોરન્ટમાં રાત્રે બચેલા ભોજનને લઇ વાપી રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં ગરીબો અને યાત્રીઓ સુધી પહોંચાડી તેની આંતરડી ઠારી રહ્યાં છે. ફેડ હંગર નામના પ્રોજેકટથી રાત્રી દરમિયાન જરૂરિયાતમંદને ભોજન મળી રહ્યું છે. જો કે વોલેન્ટરોની સંખ્યા વધે તો આ સેવાનો વ્યાપ વધારે વધારી શકાય તેમ છે.
બચેલા ભોજનની જાણ થાય તે માટે એક વોટસઅપ ગૃપ પણ ચાલુ કરવામાં આવ્યું છે
વાપી સ્થિત ચલામાં રહેતા વિનિતા મોહનંદ દ્વારા બચેલા ભોજનને પેક કરી ગરીબો સુધી પહોંચાડવામાં આવતું હતું, પરંતુ જરૂરિયાતમંદોની સંખ્યા વધુ હોવાથી તથા રાત્રે દરમિયાન ભોજનના અભાવે કોઇ ભુખ્યુ ન રહે તે માટે વિચાર આવ્યો હતો.જેને લઇ તાજેતરમાં ફેડ હંગર નામનો પ્રોજેકટ તાજેતરમાં હાથ ધરવામાં આવ્યો છે. વિનિતા, શીતલ શર્મા, અને સેવાભાવી સંસ્થા મળી કુલ 10 જેટલા વોલેન્ટર રાત્રી દરમિયાન રેસ્ટોરન્ટ અને હોટલમાં જાય છે. જયાંથી બચેલું ભોજન પેક કરાવી વાપી રેલવે સ્ટેશન , બલીઠા ઓવરબ્રિજ નીચે, રેલવે ગરનાળા પાસે જરૂરિયામંદ સુધી ભોજનને પહોંચાડે છે. બચેલા ભોજનની જાણ થાય તે માટે એક વોટસઅપ ગૃપ પણ ચાલુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વોલેન્ટરોની સંખ્યા વધે તો સમદ્ર વાપી શહેરમાં પ્રોજેકટ શરૂ કરવાનું આયોજન છે. ખાસ કરીને હાલમાં વાપી સ્ટેશનની બહાર ગરીબો અને યાત્રીઓને ભોજનની વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે.
બચેલુ ભોજન કોઇના પેટમાં જ જવું જેાઇએ
આ સમગ્ર પ્રોજેકટ વાપી શહેરમાં અમલીકરણ કરવાનો નિર્ધાર કર્યો છે. જેના માટે વોલેન્ટરો આગળ આવે તે ખુબ જરૂરી છે. જેના કારણે આ સેવાનો વ્યાપ વધારી શકાય. વોલેન્ટરોએ માત્ર સમય જ આપવાનો છે, અમારો એક જ ઉદેશ્ય છે કે કોઇ વ્યકિત ભુખ્યા પેટે સુવુ ન જોઇએ અને બચેલુ ભોજન કોઇના પેટમાં જવું જોઇએ.- વિનિતા પ્રિતેશ,વોલેન્ટર,ચલા
ફેડ હંગરના પ્રોજેકટમાં વોલેન્ટરો જોડાઇ રહ્યા છે
શીતલ શર્માએ જણાવ્યું હતું કે, ફેડ હંગર પ્રોજેકટ અંતગર્ત 75 થી વધુ લોકોને ભોજન પુરી પાડવામાં આવી રહ્યું છે. ખોરાક દાનથી શરૂઆત થઇ હતી. આજે હવે પ્રોજેકટ શરૂ થઇ ગયો છે. શૂન્ય-ભંડોળનું સંગઠન છે. રેસ્ટોરન્ટસનો ખોરાક એકત્રિત કરવા માટે કાર્ય કરે છે. આ પ્રોજેકટમાં વોલેન્ટરો નિ:સ્વાર્થભાવે સેવા આપી રહ્યા છે અને જોડાઇ રહ્યાં છે…