Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાપી હાઇવે પર ટેન્કરનું ટાયર ફાટતા રોંગ સાઈડ ઘુસી જતા કાર અને બાઇકને અડફટે લીધા, એકનું મોત

Share

વાપી હાઈવે પર આજે મુંબઇ તરફ જતા ટેન્કરનું ટાયર ફાટતા રોંગ સાઈડ પર ઘુસી બાઇક અને કારને અડફટે લેતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં કાર ચાલક સહિત એકનું મોત થયું હતું. બેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ હતી.

પ્રાપ્ત માહિતિ અનુસાર વાપી હાઇવે પરથી આજે મુંબઇ તરફ ટેન્કર જઇ રહ્યું હતું તે વેળા હાઇવે પર આવેલી ખોડીયાર હોટલ નજીક ટેન્કરનું ટાયર ફાટ્યા બાદ ચાલકને કાબુ જતો રહેતા ટેન્કર રોંગ સાઇટ પર ઘુસી કાર અને મોટર સાયકલને અડફટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધટનાને પગલે લોકો દોડી ગયા હતા. બનાવમાં કાર ચાલકનું ગંભીર ઇજા થતા મોત થયું હતું. જ્યારે કાર સવાર યુવાન અને બાઇક ચાલકને ગંભીર ઇજા થતા વાપીની હરિયા હોસ્પિટલ અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને લઇ પોલીસ અધિકારી સહિત પોલીસની ટીમ દોડી ગઇ હતી. હાઇવે પર બનેલા ગંભીર અકસ્માતને લઇ ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી લેવાયા બાદ ટ્રાફિક હળવો થયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ બોલાય ગયો હતો. પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરમાં વિઘ્નહર્તા ગણપતિ બાપાના વિવિધ રૂપ

ProudOfGujarat

અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનોમાં અવારનવાર લાગતી આગની ઘટનાઓ શું ષડયંત્રનો એક ભાગ છે…?

ProudOfGujarat

વડોદરા ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા કોરોનાની ત્રીજી લહેરથી રક્ષણ મેળવવા માટે લોકોને કરાઇ અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!