Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાપી : DGVCL ની ટીમોએ દરોડા પાડી વીજ મીટરમાં થતી ગેરરીતિ ઝડપી પાડી લાખોનો દંડ કરાયો.

Share

વાપી ટાઉન, રૂલર અને વેસ્ટ પેટા વિભાગીય કચેરીમાં સમાયેલા વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સુરત વિજીલન્સની 26 ટીમોએ ઓચિંતી વીજ મીટરોની ચકાસણી હાથ ધરી હતી. જે દરમિયાન 1089 વીજ મીટરો ચેક કરતા 51 માંથી ગેરરીતિ પકડાઇ હતી. વીજ કંપનીએ કુલ રૂ.26.98 લાખનો દંડ ફટકરાયો હતો.જેને લઇ વીજ ચોરી કરતાં ગ્રાહકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

મીટર સાથે ચેડા અથવા લાઇન પરથી વીજ ચોરી કરતાં ગ્રાહકોને DGVCL ની ટીમે ઝડપી પાડયા હતાં. સમયાંતરે ડીજીવીસીએલનું અભિયાન છતાં પણ વીજ ચોરી અટકતી નથી. વાપી ટાઉન, રૂરલ વિસ્તારમાં વીજ ચોરીના દરોડાથી વાત ગ્રાહકોમાં વહેલી સવારે પ્રસરી ગઇ હતી. લાંબા સમય પછી વીજ કંપનીની વિજીલન્સ ટીમે વાપી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી હતી. કામગીરીના પગલે ફફડાટ ફેલાયો હતો.

Advertisement

Share

Related posts

આગામી ૫ માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષાના કાઉન્ટ-ડાઉનનો પ્રારંભ.

ProudOfGujarat

રાજ્યમાં 44 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ થતા 2 રૂપિયે કિલો ઘાસનું વિતરણ ચાલુ રખાશે:વિજયભાઈ

ProudOfGujarat

ભરૂચ : પૂર આવેને પાળ બાંધવા જેવી સ્થિતિ, નગરપાલિકા કર્મચારીઓ ચાલુ વરસાદે કામ કરતા નજરે પડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!