વાપી જી.આઈ.ડી.સી. હન્ડ્રેડ શેડમાં કાર્યરત ફાર્માસ્યુટિકલ કંપની ડુપેલ લેબોરેટરીઝ પ્રા.લી.માં જી.આઈ.ડી.સી. પોલીસે બાતમી આધારે કાર્યવાહી હાથ ધરી હતી.
કંપનીમાં બાતમીવાળી જગ્યાએ પોલીસે ખોદકામ કરાવ્યું હતું તો જમીનમાં દાટી દેવાયેલો એક્સપાઈરી ડેટનો મેડિકલનો જથ્થો મળી આવ્યો હતો. તેથી જથ્થો કેટલો હાનિકારક છે તેની તપાસ માટે જી.પી.સી.બી.ને જાણ કરાયા બાદ પોલીસ અને જી.પી.સી.બી.એ સંયુક્ત કાર્યવાહી કરીને સેમ્પલ કલેક્ટ કર્યા હર્તા.
આ બાબતે જી.પી.સી.બી.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વડી કચેરી ગાંધીનગરને સુપ્રત કરાયા છે. રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અંદાજીત 100 કિલોથી વધુનો જથ્થો મળી આવ્યો છે.
જેમાં ટેબલેટ, કેપ્સુલ, સીરપ, ઓરલ હેલ્થ કેર, ડેન્ટલ જેલ, પાવડર ક્રિમનો એક્સપાયરી ડેટના જથ્થાનો સમાવેશ થાય છે. ખરેખર આવી એક્સપાયરી ડેટનો જથ્થો નિયમાનુસાર નાશ કરવો પડે છે પરંતુ કંપનીએ સીધો જમીનમાં દાટી શોર્ટકટ અપનાવ્યાનું જોવા મળ્યું હતું.