Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાપી રેલવે ઓવરબ્રિજના ડીમોલેશન બાબતે જરૂરી સૂચનો સાથે કોંગ્રેસે આવેદન પત્ર પાઠવી કરી રજૂઆત.

Share

આવેદનપત્ર સુપ્રત કરતી વખતે કોંગ્રેસે કલેકટરને રજુઆત કરી હતી કે, સ્થાનિક લોકોને બ્રિજ તોડવાની કામગીરી અને ડાયવર્ઝનને લઈને ટ્રાફિક સમસ્યામાં વધારો થવાની સંભાવનાને લઈને બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરતાં પહેલાં રેલવે અંડર પાસમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, સ્થાનિક લોકોને ઓછી તકલીફ પડે તે દિશામાં કામગીરી કરવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી જરૂરી સૂચનો કર્યા હતા.

નોંધનીય છે કે, વાપી શહેરમાં આવેલા હયાત રેલવે ઓવરબ્રિજ રેલવે ચે. 172/16-18 (ડી.એફ.સી.ચે.13+ 523.289 કી.મી) ને તોડવાનો હોવાથી હયાત બ્રિજ ઉપરના ટ્રાફિકને ડાઈવર્જન આપવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રએ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1) હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ઉપરોક્ત બ્રિજના ટ્રાફિકમાં મોટા વાહનો બલીઠા ફાટક ઉપરથી અવર જવર કરી શકશે. નાના વાહનો અન્ડર પાસ તથા રેલવે દ્વારા બનાવવામાં આવેલા નવા ફાટક, કબ્રસ્તાન રોડ, કસ્ટમ રોડ ઉપરથી અવર જવર કરી શકશે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ આ બ્રિજને સદંતર બંધ કરવામાં આવનાર છે. જે અંગે કોઈ નાગરિકને વાંધો/સૂચનો/રજૂઆતો હોઈ તો તેમના વાંધા/સૂચનો/રજૂઆતો તા.13 ડિસેમ્બર 2022 ના રોજ સાંજના 17:00 કલાક સુધીમાં કલેકટરે વાપીના સ્થાનિક લોકો અને અગ્રણીઓ પાસેથી વાંધા અરજીઓ મંગાવી હતી. જે સંદર્ભે વલસાડ જિલ્લાના પારડી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન પટેલની આગેવાનીમાં સ્થાનિક લોકોનું પ્રતિનિધિ મંડળે આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવી વાપી બસ ડેપો સહિતની સેવાઓ અસર ગ્રસ્ત થશે, સાથે રેલવે અંડર પાસમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી હતી. સાથે વલસાડ જિલ્લા કલેક્ટરે જે વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરી છે. તમામ રૂટ ઉપર ટ્રાયલ બેઝ ઉપર ઉદ્ભવતી ટ્રાફિક સમસ્યા નિવારમાં માટે યોગ્ય નિકાલ કરવામાં આવે અને સ્થાનિક લોકો, શાળા, કોલેજે જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ઓછી તકલીફનો સામનો કરવા પડે તે રિતનો યોગ્ય રસ્તો કરવા કોંગ્રેસે માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થવાથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઇ છે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામે કેન્ડલ માર્ચ રેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ProudOfGujarat

આમોદ ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાજ પઢી ઈદની ઉજવણી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!