વાપીના છીરી સ્થિત રામનગરમાં રહેતા દેવેન્દ્ર શાહુની 40 વર્ષીય પત્ની રીટાદેવી તેમની બે પુત્રી રૂદ્દા ઉર્ફે રાધા અને સ્વીટી સાથે વાપી ટાઉન સ્થિત માર્કેટમાં શાકભાજી અને અન્ય ખરીદી કરવા માટે આવી હતી. સોમવારે બપોરે માતા અને બે પુત્રી ખરીદી કર્યા બાદ ઘરે જવા માટે રેલવે ઓવરબ્રિજ નીચે જૂના ફાટક પાસે આવ્યા હતા.
રેલવે ટ્રેક ક્રોસ કરવાની ઉતાવળમાં મુંબઇ તરફથી પૂરઝડપે આવી રહેલી ટ્રેન અચાનક ધસમસતી આવીને રીટા દેવી અને નાની પુત્રી રૂદ્દા ઉર્ફે રાધાને ટક્કર મારી દીધી હતી. ટ્રેનની જોરદાર ટક્કર લાગતા જ ગંભીર ઇજાના પગલે માતા-પુત્રીના સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે મોટી પુત્રી સ્વીટી ટ્રેક ક્રોસ ન કરતા બચી ગઇ હતી.
Advertisement