વાપી નેશનલ હાઇવે ૪૮ ઉપર આજરોજ એક બીએમડબલ્યુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી હતી, ઘટના અંગેની જાણ ફાયર વિભાગમાં થતા ફાયરના કર્મીઓએ સ્થળ પર દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી તેમજ ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે, ઘટનાના પગલે થોડા સમય માટે વાહન વ્યવહાર ઉપર પણ અસર પડી હતી, જોકે સળગતી કારને ફાયર વિભાગે ગણતરીના સમયમાં ઓલવી કાઢતા ટ્રાફિક રાબેતા મુજબ થયો હતો.
Advertisement