સરકારે ખરાબ માર્ગો માટે તમામ જિલ્લાઓને ગ્રાન્ટ ફાળવી છે. જેમાં વાપી અને પારડી તાલુકામાં નાણામંત્રીના પ્રયાસોના કારણે વાપીથી સંઘપ્રદેશને જોડતા માર્ગો સહિત કુલ 82 માર્ગોને મંજુરી મળી છે. 61 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણની કામગીરી કરાશે. વાપી અને પારડી તાલુકામાં આ વર્ષે સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે માર્ગોની હાલત દયનીય છે. જેને લઇ નવા માર્ગો બનાવવા ગુજરાત સરકારના નાણમંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ વાપી અને પારડીના 82 માર્ગોને મંજુરી આપી છે. પંચાયત (માર્ગ અને મકાન વિભાગ) પેટા વિભાગ પારડી દ્વારા 61 કરોડથી વધુના માર્ગો બનાવામાં આવશે.
જેમાં વાપીના બલીઠા એપ્રોચ રોડ જોઇનિંગ દમણ બોર્ડર 3 કિ.મી. 70 લાખ, ડુંગરી એપ્રોચ રોડ 3 કિ.મી. 1.10 કરોડ, ઉદવાડા પલસાણા રોડ 80 લાખ, સુખેશ સોનવાડા 1.50 કરોડ, પરિયા નહેર કોલોની 3 સરોધી 2 કરોડ, ચલા કસ્ટમ ચોકી રોડ 55 લાખ,વાપી નામધા રોડ 1.90, મોટા વાઘછીપા હિતશભાઇના ઘરથી હમુમાનજી મંદિર થઇ નિમખલ 90 લાખ, બલીઠા ભંડારવાડ તરફ 60 લાખ, પરિયા અંબાચ મુખ્ય રસ્તાથી ગણેશભાઇ નરસિંગભાઇના ઘર તરફનો રોડ 30 લાખ, ખડકી હાઇવેથી પલસાણા ગંગાજીને જોડતો રોડ 1 કરોડ, નામધા સ્મશાનભૂમિ તરફ 1.20 કરોડ સહિતના માર્ગોનો સમાવેશ થાય છે. નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે વાપી અને પારડી તાલુકાના ગામોમાં જયા જરૂરિયાત છે તેવા તમામ માર્ગોને મંજુરી મળી છે.
વાપી તાલુકાના આ મહત્વના માર્ગો વાપીના રાતા સલવાવ રોડ સ્ટ્રકચરનું કામ 1.60 કરોડ,સલવાવ બાપા સીતારામ મંદિરથી છરવાડાથી સલવાવ રોડને જોડતો રોડ 2.60 કરોડ, વટાર મોરાઇ મુખ્ય રસ્તાથી નાની વાંકડને જોડતો રોડ 60 લાખ, નામધા કાકરિ શેરી ફળિયા રોડ 1.50 કરોડ, વાપી સલવાવ બિલખાડીથી બલીઠા મુખ્ય રસ્તાથી હાઇવે 1.80 કરોડ સહિતના માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો માટે નાણામંત્રીને રજૂઆતો કરવામાં આવી છે. આ રજૂઆતોનો હવે ઉકેલ આવશે.