Proud of Gujarat
GujaratFeaturedINDIA

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વાપી ટાઉન વિસ્તારમાં ઘરમાં ચાલતા દારૂના અડ્ડા પર રેઇડ, 5.33 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપાયા.

Share

વાપી ટાઉન વિસ્તારમાં શુક્રવારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા વાપીમાં ઘરમાં ચાલતા દારૂના અડ્ડા પર રેઇડ કરવામાંં આવી હતી. જેમાં 5 બુટલેગરોને ઝડપી પાડી કુલ 5,33,110 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 4 ને વોન્ટેડ જાહેર કર્યા છે.

વાપીમાં વાપી ટાઉન પોલીસ હદ વિસ્તારમાં આવતા ગીતાનગર, ટાંકી ફળિયા, હળપતિવાસ અને ભીંડી બજારમાં બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં મોટી માત્રામાં દારૂ, બિયર અને વ્હિસ્કીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે હળપતિવાસમાંથી કિરણ બાબુ પટેલના ઘરેથી 3,57,580 રૂપિયાની કિંમતનો દારૂ-બિયર અને વ્હિસ્કીનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથે પોલીસે 40 હજારની કિંમતના 6 મોબાઈલ ફોન 5890 રૂપિયા રોકડા, 1,20,000ની 4 બાઇક, 9640નો અન્ય મુદ્દામાલ મળી કુલ 5,33,110 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેકટર એ. ડી. ચાવડા અને તેની ટીમે રેઇડ દરમ્યાન બુટલેગર કિરણ બાબુ પટેલ, મનોજ બાબુ પટેલ, બિપીન શિવનારાયણ ઝા, જીતેશ જયેશ હળપતિ અને મિત રાજેશ સોલંકીની ધરપકડ કરી હતી. જ્યારે તેઓને દારૂનું વેચાણ કરવા તથા દમણથી દારૂ લાવી આપનાર હિરલ કોળી પટેલ, સુરજ ભૈયો, દાદીબેન હળપતિ, પ્રકાશ હરીશ હળપતિને વોન્ટેડ જાહેર કર્યા છે.

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરના સોસાયટી વિસ્તારમાં ટ્રેક્ટર વાટે માટી ઠાલવતા શ્રમિક પરીવાર ની 16 વર્ષની બાળકી નુ સારવાર મોત નિપજ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરના બાકરોલ ગામમાં પાંચ વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો.

ProudOfGujarat

ઉત્તરાયણનાં પર્વને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું, પતંગ બજારમાં મંદીનો માહોલ : પતંગ રસિયાઓ મૂંઝવણમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!