સૌજન્ય-વાપી: પ્રયોગોત્મક શિક્ષણ ક્ષેત્રે અતિ પ્રતિષ્ઠિત એવી પૂનાની ફ્લેમ યુનિવર્સીટીમાં લિબરલ આર્ટસના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતી વાપીની વિદ્યાર્થિની કુંજીકા પાઠકે ઓસ્ટ્રેલિયાના એડિલેઈડ શહેરમાં તા. 23 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ડિજિટલ હ્યુમેનિટીઝ પરની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ફ્લેમ યુનિવર્સિટી તરફથી ભાગ લઈ યંગેસ્ટ અંડર ગ્રેજ્યુએટ તરીકે જ્હોન બ્રરોસ એવોર્ડ જીત્યો છે.
ગુજરાતની પ્રાચીન ઓળખ જેવી ગરબા પરંપરાને ડિજિટલ પ્લેટફોર્મ પર આગવી ઓળખ આપવા માટેનો પ્રોજેક્ટ ફ્લેમ યુનિવર્સિટીના અભ્યાસક્રમના ઉપક્રમે બીજા વર્ષમાં ભણતી કુંજીકા પાઠકને આપવામાં આવ્યો હતો. છેલ્લા 6 મહિનાથી ગરબાની પરંપરા ઉપર સંશોધનો કરી, ગુજરાતી અને કાઠીયાવાડી ગરબાઓ તથા નાગર બ્રાહ્મણોના ખાસ ગણાતા બેઠા-ગરબાના ડિજિટલ આર્કાઈવ્ઝ બનાવવાના આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ આંતરારાષ્ટ્રીય પ્રેઝન્ટેશન માટે ફ્લેમ યુનિવર્સિટીના પ્રોફેસર ડિજિટલ આર્કાઈવ્ઝ બનાવવાના આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ આંતરારાષ્ટ્રીય પ્રેઝન્ટેશન માટે ફ્લેમ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. માયા ડોડના માર્ગદર્શન હેઠળ મૂળ ભાવનગરની વતની અને હાલ વાપી ખાતે રહેતી કુંજીકા પાઠકની પસંદગી થઈ હતી. ઓસ્ટ્રેલિયાના એડીલાઈડ ખાતેની આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દુનિયાનાં અનેક દેશોમાંથી હ્રયુમેનીટીઝના સ્નાતકોએ ભાગ લીધેલા જેમાં ફક્ત કુંજીકા પાઠકે જ અંડર ગેજ્યુએટ એટલે કે કોલેજના બીજા વર્ષની વિદ્યાર્થીની તરીકે ફ્લેમ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
હ્રયુમેનીટીઝના વિવિધ વિષયો પરના અનેક પ્રેઝન્ટેશન પૈકી કુંજીકા પાઠકે ડિજિટલ ગરબા આર્કાઈવ્ઝ પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ ડિજિટલ આર્કાઈવ્ઝમાં આપણી ગરબા પરંપરા વિષેની તમામ માહિતીમાં જેમકે, ગરબા શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભમાં રહેલું છે. ગરબા હંમેશા વિષમઘડી દિશામાં એટલે કે એન્ટીક્લોક વાઈઝ રમાય છે તેની પાછળ ગુઢ તંત્ર વિજ્ઞાન રહેલું છે. અને ગરબાની શબ્દરચનાનાં અંગ્રેજી અનુવાદ તથા બેઠા-ગરબા પરંપરાના ઓડીયો-વિડીયો રેક્રોડીદનો સમાવેશ થાય છે. અમેરિકાની ફક્ત મહિલાઓ માટેની વેલેસ્લી કોલેજ કે જ્યાં હિલેરી ક્લિસ્ટન ભણ્યા છે તે કોલેજના ગુજરાતી મૂળના પ્રોફેસર નિલીમા શુક્લા ભટ્ટ દ્વારા કરવામાં આવેલા ગરબા પરના નોધપાત્ર સંશોધનોનો સમાવેશ પણ આ ડિજિટલ આર્કાઈવ્ઝમાં કરવામાં આવ્યો છે.
હાલના ગરબા જ્યારે મૂળભૂત પારંપરિક ગરબાના સ્વરૂપની તદ્દન વિપરીત દિશામાં યોજાઈ રહ્યા છે, ત્યારે અને ગરબાના વેપારીકરણના માહોલમાં કુંજીકા પાઠકના ડિજિટલ આર્કાઈવ્ઝ પ્રોજેક્ટ દ્વારા મૂળભૂત પરંપરાને ડિજિટલ સ્વરૂપે સાચવી રાખવાનો અને આવનારી પેઠીને એક સંદર્ભ પૂરો પાડવાનો પ્રયાસ સફળ થાય તે જરૂરી છે.