Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

જાંબુગોઢા અભિયારણ ના કેમિકલ વેસ્ટ નિકાલ ના પ્રકરણ માં વધુ એકની ધરપકડ.વાપી જીપીસીબી ની સુસ્ત કાર્યવાહી…

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર 13.04.19

Advertisement

આ વર્ષ ની શરૂઆત માં જાન્યુઆરી મહિના માં બનેલ જાંબુગોઢા વેસ્ટ નિકાલના આ કૌભાંડના સૂત્રધારની. હથોડા જી. સુરત થી ધરપકડ તારીખ 10.04.19 કરવામાં આવી છે.

વાપી જીપીસીબી ની સુસ્ત કાર્યવાહી

સૂત્રો દ્વારા મેળવેલ માહિતી અને પુરાવા ના આધારે આ કેમિકલ વલસાડ જિલ્લાના વાપી થી ભરવામાં આવ્યા હોવાની શંકા છે. અને વન વિભાગ દ્વારા વાપી જીપીસીબી ને સાથે રાખી વાપી ની કમ્પની માં તપાસ હાથ ધરી હતી . જ્યાંથી નમૂના મેળવી જીપીસીબી અને વન વિભાગ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. જો આ કેશ માં જીપીસીપી સતર્કતા થી અને નિષ્પક્ષતા મળેલ માહિતી અને નમૂના આધારે તપાસ કરે તો આ કેશ ઉકેલવામાં મદદરૂપ થઇ શકે છે અને આ તેમની ફરજ નો ભાગ પણ છે. અને તેમના વિસ્તાર માંથી આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય અને જ્યારે કમ્પની ના નામ સહિત ની માહિતી મળતી હોય તો જીપીસીપી એ તેમના તરફથી અલગ થી પણ કાર્યવાહી થવી જ જોઈએ. જે ના થતા પ્રકૃતિ પ્રેમીઓ માં જીપીસીબી સામે રોષ ફેલાયો છે. હાલ મળતી માહિતી મુજબ જીપીસીપી વાપી દ્વારા તપાસ થયા ને અનેક દિવસો વીતી ગયા પછી આવી કોઈ કાર્યવાહી ન થતા અને પ્રજા માં પણ રોષ ની લાગણી ફેલાઇ છે. અને પ્રજા તરફથી માંગણી કરવામાં આવે છે કે આવી ગેરકાયદેસર ની પ્રવૃત્તિઓ માં રોક લગાવવા અર્થે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. હાલ તો વન વિભાગ અને જીપીસીબી માં સંકલન નો અભાવ જણાઈ રહ્યું છે. અને તપાસ હજુ અધૂરી જ રહી છે.

વન વિભાગ દ્વારા તેમના સૂત્રો દ્વારા મળેલ માહિતી ના આધારે હજુ એક આરોપી ની શોધખોળ ચાલુ છે. આ સ્થાનિક આરોપી દ્વારાજ આ કેમિકલ વેસ્ટ નિકાલ નું કૌભાંડ કર્યા હોવા ની શંકા છે. આ આરોપી અંકલેશ્વર થી વાપી સહિત ની અનેક વસાહતો માંથી કેમિકલ ખરીદ કરી અન્ય ભંગારીઆ ઓ ને આપી વન્ય અભિયારનો તથા અન્ય ખુલ્લી જગ્યાઓ માં નિકાલ કરવાતો હોવાનું જાણવા મળેલ છે જેની તપાસ હાલ ચાલુ છે.

અંકલેશ્વર અને ઝગડિયા માં ભૂતકાળ માં અન્ય બનેલ બનાવો માં પણ આ આરોપીઓ ની તપાસ થાય તો તેમની શામેલગીરી ની વધુ વિગત મળે અન્ય ના ઉકેલાયેલ ગુન્હાઓ માં પણ સફળતા મળી શકે એમ છે. તેથી પોલીસ અને જીપીસીબી વનવિભાગ સંયુક્ત પ્રયાસ કરે એ જરૂરી છે.

ગુન્હેગારો સામે “પાસા” ના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે

એક જ વ્યક્તિ દ્વારા ટૂંકા ગાળા માં વારંવાર ગેરકાયદેસર ની પ્રવૃત્તિઓ કરાતી હોય તો આવા તત્વો ને પાસા જેવા કાયદા હેઠળ કાર્યવાહી થવી જોઈએ. ભૂતકાળ માં અંકલેશ્વર જીપીસીબી ના અધિકારી શ્રી એ.વી. શાહ દ્વારા આવા તત્વો ને પાસા ના કાયદા હેઠળ કાર્યવાહી કરી હતી અને તે સમયે ગુનેહગારો માં ડર પેદા થયો હતો જે હાલ માં ગુન્હેગરો માં દેખાતો નથી. ગુન્હેગરો પકડાય છે અને જામીન પર છૂટી જાય છે અને ફરીથી એજ પ્રવૃત્તિ માં શામેલ થઈ છે જે સમાજ માટે દુઃખદ છે.


Share

Related posts

ધી સાંસરોદ હાઈસ્કૂલમાં ૭૪ માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચમાં ગરબા રમવાના મામલે પરિવાર પર 11 જણાનો હુમલો

ProudOfGujarat

ભરુચ જિલ્લાના સહકારી ક્ષેત્રે હવે ધડકમ ફેરફારો.જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!