યુ.પી ના આગ્રા સ્થિત વ્રૃજ સાહિત્ય એકેડેમી માં મોકલેલા બે લેખો સર્વશ્રેષ્ઠ સાબીત થતાં એવોર્ડથી સન્માનિત કરાયા
વાંકલ.. માંગરોળ તાલુકાના નાની ફળી ગામના શિક્ષક વસંત ચૌધરી એ યુ પી ના આગ્રા સ્થિત વૃજલોક સાહિત્ય કલા સંસ્કૃતિ એકેડેમી માં સર્વશ્રેષ્ઠ લેખો થી સાહિત્ય ભૂષણ એવોર્ડ પ્રાપ્ત કરી માંગરોળ તાલુકાનું અને ચૌધરી સમાજ નું ગૌરવ વધાર્યું છે. વૃજલોક સાહિત્ય કલા સંસ્કૃતિ એકેડેમી ભારતની એક નામી સંસ્થા છે આ સંસ્થામાં પ્રતિવર્ષ દેશના લેખકો સાહિત્યકારો શિક્ષકો પ્રોફેસરો પોતાના લેખો સંસ્થાને મોકલતા હોય છે જેમાં ચાલુ વર્ષે ઓલપાડના સાયણ ગામે આવેલ ડી.આર.જી.ડી વિદ્યાલયમાં હિન્દી સંસ્કૃત ના શિક્ષક તરીકે ફરજ બજાવતા અને મૂળ માંગરોળ તાલુકાના નાનીફળી ગામ ના વતની વસંતભાઈ ચૌધરી એ કોરોના કાળ માં ભારતવાસીઓ ની સામાજિક આર્થિક ધાર્મિક અને શૈક્ષણિક સમસ્યાઓ તેમજ ભારતની નારી ની સમસ્યાઓ ઉપર લેખો લખ્યા હતા આ લેખો વ્રૃજલોક સાહિત્ય એકેડમી માં મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ ચાલુ વર્ષે આ લેખો સર્વશ્રેષ્ઠ સાબીત થતા સંસ્થા દ્વારા વસંતભાઈ ચૌધરીને સાહિત્ય ભુષણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાહિત્ય ભૂષણ એવોર્ડ પ્રાપ્ત કરનાર વસંતભાઈ ચૌધરી ને માંગરોળ તાલુકા ચૌધરી સમાજ ના આગેવાનો એ પોતાનું નામ રોશન કરવા ની સાથે સમગ્ર ચૌધરી સમાજ નું ગૌરવ વધારવા બદલ અભિનંદન આપ્યા છે તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સાહિત્ય ભૂષણ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ વસંતભાઈ ચૌધરીને ઠેર-ઠેરથી અભિનંદન આપવામાં આવી રહ્યા છે.
વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ.