Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડી ગામે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાની અધ્યક્ષતા માં પેજ પ્રમુખો ની સમીક્ષા બેઠક યોજાઇ

Share

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈ.. જિલ્લા ઇન્ચાર્જ હર્ષ સંઘવી એ હાજર રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું
વાંકલ.ઉમરપાડા તાલુકાના કેવડી ગામે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા ની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં સુરત જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના ઇન્ચાર્જ હર્ષ સંઘવી અને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈ એ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું
હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે જેની તૈયારીના ભાગરૂપે ઉમરપાડા તાલુકાના કેવડી એપીએમસી માર્કેટ ખાતે ચૂંટણીલક્ષી બેઠક યોજાઇ હતી જેમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ સંદીપભાઈ દેસાઇ તેમજ અન્ય મહામંત્રી શ્રી ઓ હાજર રહ્યા હતા ઉમરપાડા તાલુકામાં પેજ પ્રમુખો બનાવવાની કામગીરી ૯૦ ટકા પૂર્ણ થઇ છે ત્યારે કાર્યકર્તાઓને વધુ ચૂંટણીલક્ષી માર્ગદર્શન મળી રહે એ માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે સુરત જિલ્લા ના ઇન્ચાર્જ હર્ષ સંઘવી તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા કાર્યકર્તાઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે કૃષિ કાયદા અંગે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા તેમજ અન્ય આગેવાનોએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં ઉમરપાડા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ મહામંત્રી સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ.

Advertisement

Share

Related posts

ચેક રિટર્ન અંગેના ત્રણ અલગ અલગ કેસોમાં વડોદરા અદાલતે આરોપીઓને સજા ફટકારી

ProudOfGujarat

ઝઘડીયાના પડવાણીયા ગામે સાડી સળગતા ગંભીર રીતે દાઝી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

ટ્રાવેલ્સ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ કરતા ૨ ઈસમોને ચોરીના ગુનામાં ઝડપી પાડતી વાઘોડિયા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!