વાંકલ થીઆંબાવાડી કોસંબા જતા રોડ પર ધમધમતા શેરડી ના કોલાઓ થી વ્યાપક પ્રદુષણ. વાંકલ થી જતા આંબાવાડી મોસાલી કોસંબા જવાનાં રસ્તા ઉપર ગેરકાયદેસર શેરડી કોલા ધમધમી રહ્યા છે. અહીં શેરડી માંથી ગોળ બનાવવાની પ્રક્રિયા દરમિયાન બળતણ તરીકે ટાયર પ્લાસ્ટિક નો ઉપયોગ કરાતો હોવાથી હવામાન માં પ્રદુષણ ફેલાય છે, વાતાવરણ ધૂમાંડીયું રહે છે.જેથી માર્ગ પરથી પસાર થતાં વાહનો દેખાતા નથી અકસ્માત થવાનો ભય રહે છે.આંબાવાડી માર્ગ અને કોસંબા જવાનાં માર્ગ પણ શેરડી ના કોલા ધમધમે છે. શેરડી ના કોલા ચલાવનારા પાસે કોઈ અધિકૃત પરવાનગી નથી વીજ મીટર નુ જોડાણ પણ હંગામી હોય છે.કોલાવાળા ઓ ખેડૂતો ને શેરડી ના ખૂબ ઓછા 1500 થી 1800 ના ટન નો ભાવ આપે છે.જરૂરિયાત મંદ ખેડૂતો રોકડી કરી લેવા માટે ઓછા ભાવે શેરડી આપી દેતા હોય છે. આમ ખેડૂતો નુ શોષણ થાય છે. તેના લીધે સુગર મિલો ને નુકસાન થાય છે.કોરોના જેવી મહામારી કોલા દ્વારા ફેલાતું પ્રદુષણ લોકો ના આરોગ્ય માટે જોખમકારક છે.આથી ગેરકાયદે ચાલતા કોલા પર સરકારી તંત્ર એ દરોડા પાડી ચેકીંગ કરી ને બંધ કરાવવા જોઈએ.
વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ